રામલલાની મૂર્તિ તૈયાર કરનાર શિલ્પી હવે શ્રીકૃષ્ણની મૂર્તિને આપશે આકાર, જાણો ક્યાં થશે સ્થાપિત

- મંદિરના ગર્ભગૃહમાં અર્જુનને સંદેશ આપતા શ્રીકૃષ્ણનું વિરાટ સ્વરૂપને સ્થાપિત કરવામાં આવશે

Updated: Jan 28th, 2024


Google NewsGoogle News
રામલલાની મૂર્તિ તૈયાર કરનાર શિલ્પી હવે શ્રીકૃષ્ણની મૂર્તિને આપશે આકાર, જાણો ક્યાં થશે સ્થાપિત 1 - image


નવી દિલ્હી, તા. 28 જાન્યુઆરી 2024, રવિવાર

અયોધ્યામાં શ્રી રામલલાની મૂર્તિ તૈયાર કરનાર શિલ્પી યોગીરાજ હવે કુરુક્ષેત્રમાં શ્રીકૃષ્ણના વિરાટ સ્વરૂપને આકાર આપશે. તેમાં મહાભારત દરમિયાન અર્જૂન સાથે સંવાદમાં શ્રીકૃષ્ણના વિરાટ સ્વરૂપને દર્શાવવામાં આવશે. તેમાં અર્જુન અને ચાર ઘોડાની સાથે રથ પણ દેખાડવામાં આવશે. શ્રી રામની મૂર્તિની તર્જ પર આ મૂર્તિ પણ નેપાળની ગંડક નદીમાંથી નીકાળવામાં આવેલા શાલિગ્રામ પથ્થરમાંથી બનાવવામાં આવશે. ધર્મનગરીને વિશેષ ઓળખ આપનારા અને એશિયાના સૌથી ઊંચા ગણાતા બ્રહ્મસરોવરના પૂર્વ કિનારે નિર્માણાધીન 18 માળના જ્ઞાન મંદિરના ગર્ભગૃહમાં શ્રીકૃષ્ણની ઉક્ત મૂર્તિ સ્થાપિત કરવામાં આવશે.

શ્રી બ્રહ્મપુરી અન્નક્ષેત્ર ટ્રસ્ટ જ્ઞાન મંદિરના સ્થાપક સ્વામી ચિરંજીવપુરી મહારાજનું કહેવું છે કે ત્રણ એકર જમીનમાં 18 માળનું જ્ઞાન મંદિરનું નિર્માણ કરાવવામાં આવી રહ્યું છે. મંદિરના ગર્ભગૃહમાં અર્જુનને સંદેશ આપતા શ્રીકૃષ્ણનું વિરાટ સ્વરૂપને સ્થાપિત કરવામાં આવશે. જેના માટે શિલ્પકાર અરુણ યોગીરાજ સાથે ચર્ચા થઈ ચૂકી છે. તેના માટે ટ્રસ્ટે એક યોજના તૈયાર કરી લીધી છે. ટૂંક સમયમાં પ્રખ્યાત શિલ્પકાર અરુણ યોગીરાજ પણ મંદિરની મુલાકાત લેશે.

 શાલિગ્રામ પથ્થરમાંથી બનાવવામાં આવશે મૂર્તિ

શિલ્પી અરુણ યોગીરાજ દ્વારા આ મૂર્તિ બનાવવાના પ્રસ્તાવને સ્વીકાર્યા બાદ ટ્રસ્ટ નેપાળનો પણ સંપર્ક કરી રહ્યું છે જેથી ગંડક નદીમાંથી નીકાળવામાં આવેલ આ ખાસ શાલિગ્રામ પથ્થરને લાવી શકાય. હાલમાં મંદિરનું બાંધકામ ચાલી રહ્યું છે અને 50 ટકાથી વધુ કામ પૂર્ણ થઈ ગયું છે. અરુણ યોગરાજના અહીં પહોંચ્યા બાદ જ નક્કી થશે કે મૂર્તિને પૂર્ણ કરવામાં કેટલો સમય લાગશે અને તેનો આકાર શું હશે.

સુભાષ ચંદ્ર બોઝ અને શંકરાચાર્યની પણ પ્રતિમા બનાવી ચૂક્યા છે

પ્રખ્યાત શિલ્પી અરુણ યોગીરાજ કર્ણાટકના મૈસુરના રહેવાસી છે. તેમણે સુભાષ ચંદ્ર બોઝની 30 ફૂટની પ્રતિમા પણ બનાવી છે જે નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 125મી જન્મજયંતિ પહેલા નવી દિલ્હીમાં ઈન્ડિયા ગેટ ખાતે અમર જવાન જ્યોતિની પાછળની છતરીમાં સ્થાપિત કરવામાં આવી હતી. કેદારનાથમાં આદિ શંકરાચાર્યની 12 ફૂટ ઊંચી પ્રતિમા પણ યોગીરાજે બનાવી છે.

18 માળનું જ્ઞાન મંદિર અનેક રીતે વિશેષ હશે

શ્રી બ્રહ્મપુરી અન્નક્ષેત્ર ટ્રસ્ટ જ્ઞાન મંદિરના સ્થાપક સ્વામી ચિરંજીવપુરીના જણાવ્યું કે, 18 માળનું જ્ઞાન મંદિર અનેક રીતે વિશેષ હશે. જેમાં ગીતાના 18 અધ્યાય, 18 અક્ષૌહિણી સેના, મહાભારતનું 18 દિવસનું યુદ્ધ, કુરુક્ષેત્રમાં પવિત્ર સરસ્વતી નદીનું સ્વરૂપ પણ આ મંદિરમાં જોવા મળશે.


Google NewsGoogle News