ભાજપના 'રામે' કોંગ્રેસ માટે કર્યો હતો ચૂંટણી પ્રચાર, 35 વર્ષ પહેલા રામના નામે મત માગ્યા હતા
Lok Sabha Elections 2024: લોકસભાની ચૂંટણીમાં કંગના રણૌત, હેમા માલિનીને બાદ કરતા બોલિવૂડના કોઈ મોટા નેતા ચૂંટણીમાં સક્રિય નથી. તે બંનેને ઉમેદવારી આપવામાં આવી છે. બીજી તરફ 80ના દાયકામાં પ્રસિદ્ધ થયેલી રામાનંદ સાગર રચિત રામાયણમાં ભગવાન શ્રી રામનું પાત્ર ભજવનારા અભિનેતા અરુણ ગોવિલને પણ આ વખતે મેરઠથી તક આપવામાં આવી છે. અરુણ ગોવિલ ભાજપમાં જોડાઈને પોતાની રાજકીય કારકિર્દી આગળ ધપાવવા માગે છે ત્યારે તેમની સાથે જોડાયેલો એક રોચક કિસ્સો ચર્ચામાં છે.
અરુણ ગોવિલ રામના નામે જ વોટ માગવા ગયા હતા
અરુણ ગોવિલ 35 વર્ષ પહેલાં રામના નામે જ વોટ માગવા ગયા હતા અને ત્યારે તેમને વોટ મળ્યા નહોતા. 80ના દાયકામાં રામ તરીકે પ્રસિદ્ધ થનારા અભિનેતા અરુણ ગોવિલ ઉત્તર પ્રદેશમાં જ પ્રચાર માટે ગયા હતા. તેઓ તે સમયે કોંગ્રેસના તત્કાલિન ઉમેદવારના પ્રચાર માટે ગયા હતા અને જય શ્રી રામના નારાઓ લગાવીને વોટ આપવા અપિલ કરતા હતા પણ તેમની અપિલ કારગર સાબિત થઈ નહોતી. તેમણે જે ઉમેદવારો પ્રચાર કર્યો હતો તેને જનતાએ વોટ આપ્યા નહોતા.
પૂર્વ પીએમ શાસ્ત્રીજીના દીકરા સુનીલ શાસ્ત્રી માટે મત માગ્યા હતા
જાણકારોના મતે તે સમયે કોંગ્રેસ માટે અરુણ ગોવિલ અને રામ મુદ્દો ઉઠાવવો ફરજ પડ્યા જેવી બાબત હતી. 1984માં પ્રયાગરાજની અલ્હાબાદ બેઠક ઉપરથી અમિતાભ બચ્ચન વિજયી થયા હતા. ત્યારબાદ બોફોર્સ ગોટાળા મુદ્દે વિવાદ વકરતા તેમણે રાજીનામુ આપી દીધું હતું. ત્યારબાદ 1988માં તેમના સ્થાને પેટા ચૂંટણી કરીને નવા સાંસદની પસંદગી કરવાની હતી. તે વખતે કોંગ્રેસે પૂર્વ વડા પ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીના પુત્ર સુનીલ શાસ્ત્રીને ટિકિટ આપી હતી. તેમની સામે વી.પી. સિંહ અપક્ષ ઉમેદવાર તરીકે ઊભા હતા. તે સમયે સુનિલ શાસ્ત્રીને વિજયી બનાવવા માટે તત્કાલિન સિરિયલના અભિનેતા ગોવિલને ચૂંટણ પ્રચાર માટે ખાસ પ્રયાગરાજ લઈ જવાયા હતા. કોંગી નેતા સીતારામ કેસરી અને જિતેન્દ્ર પ્રસાદ ત્યારે અરુણ ગોવિલને લઈ વાગ્યે અરુલ ગોવિલની જનસભા રાખવામાં આવી હતી. પી.ડી ટંડન પાર્કમાં તેમણે જનસભાને સંબોધી હતી. તેમણે જય શ્રી રામના નારા લગાવ્યા હતા. કોંગ્રેસી નેતાઓએ પણ ભગવાન શ્રી રામના નામના નારા લગાવ્યા હતા.
એક લાખથી વધુની જનમેદની ભેગી થઈ હતી
સૂત્રોના મતે તે સમયે અરુણ ગોવિલને સભા સંબોધવા આવેલા જણાવે છે કે, આવી ભીડ પહેલાં ક્યારેય થઈ નહોતી. 1941માં સાંભળીને લોકો અકડેઠઠ ભેગા થવા લાગ્યા જ્યારે નેતાજી સુભાષચંદ્ર બોઝ જ્યારે હતા. સાંજે સભા શરૂ થાય તે પહેલાં તો એક લાખ કરતા વધારે લોકો મેદાન અને તેની આસપાસ ભેગા થઈ ગયા હતા. મેદાનની આસપાસનો ભાગ પણ લોકોની ભીડના કારણે ભરાઈ ગયો હતો. તે સમયે હજારો મહિલાઓ તો પૂજાની થાળીઓ લઈને રામની પૂજા કરવા આવી હતી. આ લોકોને પૂજાની થાળી સાથે પ્રયાગરાજ આવ્યા હતા ત્યારે લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ત્યારબાદ અરુણ ગોવિલ માટે લોકો આવ્યા હતા. નવાઈની વાત એ છે કે, આ જનસભા પછી પણ સુનીલ શાસ્ત્રી હારી ગયા હતા. તેમને માત્ર 92 હજાર મત મળ્યા હતા. તેમની સામે અપક્ષ ચૂંટણી લડનારા વી.પી. સિંહને આગળની હરોળમાં બેસાડવામાં આવી હતી. કેટલાક જાણકારો ૨ લાખથી વધુ મત મળ્યા હતા.