રીલ લાઈફના 'રામ' રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં સામેલ થઇને પણ થયા દુ:ખી, જાણો શું છે કારણ
રામાનંદ સાગરની સીરિયલ 'રામાયણ' માં અરુણ ગોવિલે ભગવાન રામની ભૂમિકા ભજવી હતી
Image Twitter |
રામાનંદ સાગરની સીરિયલ 'રામાયણ' માં અરુણ ગોવિલે ભગવાન રામની ભૂમિકા ભજવી હતી. આટલા વર્ષો પછી પણ તેમની આ ભૂમિકા માટે લોકો યાદ કરે છે. 22 જન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા માટે અરુણ ગોવિલને પણ આમંત્રણ મળ્યું હતું. તેમજ તેમની સાથે માતા સીતાનો રોલ ભજવનાર દીપિકા ચિખલિયા તેમજ લક્ષ્મણનો રોલ ભજવનાર સુનીલ લહરીને પણ ખાસ પ્રસંગે આમંત્રણ આપવામાં આવ્યું હતું. દરેક લોકો ત્યા હાજર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજર રહ્યા હતા. જેમા અરુણ ગોવિલ પણ મહેમાનોની યાદીમાં સામેલ હતા અને અયોધ્યા પણ ગયા હતા, તેમ છતાં પણ તેઓ એક વાતથી દુખી છે.
કઈ વાત પર છે દુ:ખી
અરુણ ગોવિલને રામ મંદિરમાં ભગવાન રામના દર્શન કરવા નહોતાં મળ્યા. મીડિયા સાથે વાત કરતાં તેમણે કહ્યું કે, "સ્વપ્ન તો પૂરુ થઈ ગયું, પરંતુ મને રામજીના દર્શન કરવા ન મળ્યા. હું આ સમયે કોઈને કાંઈ નથી કહી શકતો." અરુણ ગોવિલ સિવાય એક અન્ય સેલિબ્રિટીઓ આવ્યા હતા. જેમની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.
રામની ઈમેજ
'રામાયણ' પછી અરુણ ગોવિલને બીજી સીરિયલો અને ફિલ્મોમાં કામ કર્યું છે. પરંતુ તે તેમની ઈમેજ માટે બંધાઈ ગયા હતા. પહેલા તો તેમને કોશિશ કરી કે આ ઈમેજને તોડી શકશે, પરંતુ તે પછી તેમને લાગ્યું કે, ભગવાનની કૃપાથી આજ લોકો તેમની પૂજા કરે છે તો આખરે તેઓ તેમની આટલી સારી છબીને તોડી શું કામ બહાર આવવું જોઈએ. તે પછી તેમણે રામની છબીનો સ્વીકાર કરી લીધો.