'નેતાઓમાં ઘમંડ આવી જાય, એટલે પદ પણ ઘટી જાય' ભાજપના નેતા અને પૂર્વ CMનું દર્દ છલકાયું

Updated: Aug 4th, 2024


Google NewsGoogle News
'નેતાઓમાં ઘમંડ આવી જાય, એટલે પદ પણ ઘટી જાય' ભાજપના નેતા અને પૂર્વ CMનું દર્દ છલકાયું 1 - image


BJP Leader Vasundhara raje News | રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના નેતા વસુંધરા રાજેએ એક મોટું નિવેદન કર્યું હતું. એક જાહેર કાર્યક્રમમાં તેમણે કહ્યું કે ‘રાજકારણમાં પદ અને ઘમંડ કાયમ માટે ટકી નથી રહેતા પણ જો નેતા કાર્યકર્તાઓની વચ્ચે રહે છે તો તેનુ કદ જરૂર ટકી રહે છે. રાજકારણનો રસ્તો સરળ નથી હોતો, આમા અનેક વખત ઝાટકા પણ લાગે છે. રાજકારણમાં હંમેશા સમય એક સરખો નથી રહેતો. તેમાં ઉતાર-ચડાવ પણ આવે છે.’

રાજસ્થાન ભાજપમાં સૌથી વરિષ્ઠ નેતાઓમાં સ્થાન ધરાવતા વસુંધરા રાજેને રાજ્યના મુખ્યમંત્રી નહોતા બનાવવામાં આવ્યા. એટલું જ નહીં ચૂંટણીઓમાં તેમના પસંદ કરાયેલા ઉમેદવારોને ટિકિટ નહોતી આપવામાં આવી. જેને કારણે વસુંધરા રાજે કેન્દ્રીય નેતૃત્વથી નારાજ હોવાના અહેવાલો સામે આવતા હોય છે. આ સ્થિતિ વચ્ચે વસુંધરા રાજેએ એક રેલીને સંબોધતા કહ્યું હતું કે રાજકારણમાં ઘમંડ, કદ અને પદ આ ત્રણ બાબતો જોવા મળે છે. જો તમારામાં ઘમંડ હોય તો કદ ઘટી જાય છે. હાલના સમયમાં પણ આવું જોવા મળે છે. કદ અને ઘમંડ કાયમી છે જ નહીં, સારા કામ કરો તો જ લોકો યાદ કરે છે. 

તાજેતરમાં જ રાજસ્થાનમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષનું પદ મદન રાઠોડને સોંપવામાં આવ્યું હતું. આ માટે આયોજિત કાર્યક્રમમાં મદન રાઠોડને શુભેચ્છા પાઠવતા વસુંધરા રાજેએ દુઃખ વ્યક્ત કર્યું હતું. રાજેએ કહ્યું હતું કે ‘રાજકારણમાં હંમેશા માટે સમય સરખો નથી રહેતો. તમામે ઉતાર ચઢાવમાંથી પસાર થવું પડે છે. સબ કા સાથ, સબ કા વિકાસ અને સબ કા વિશ્વાસ અમારો નારો છે જેને પૂરો કરવામાં અગાઉ અનેક લોકો નિષ્ફળ રહ્યા છે. જ્યારે નેતાઓના મનમાં ત્રણ બાબદ હોય છે કદ, પદ અને ઘમંડ. જો કે ઘમંડ કાયમ ટકતું નથી, પરંતુ  પણ જો તમે સારી રીતે કામ કરો તો તમારું કદ જરૂર જળવાઈ રહે છે. 

'નેતાઓમાં ઘમંડ આવી જાય, એટલે પદ પણ ઘટી જાય' ભાજપના નેતા અને પૂર્વ CMનું દર્દ છલકાયું 2 - image


Google NewsGoogle News