Get The App

ઓમર અબ્દુલ્લાના ધારાસભ્યની રેલીમાં ટોળાનો હુમલો, અનેકને ઈજા, પોલીસે ટિયર ગેસના શેલ છોડ્યા

Updated: Oct 30th, 2024


Google NewsGoogle News
ઓમર અબ્દુલ્લાના ધારાસભ્યની રેલીમાં ટોળાનો હુમલો, અનેકને ઈજા, પોલીસે ટિયર ગેસના શેલ છોડ્યા 1 - image


Jammu And Kashmir News : જમ્મુ-કાશ્મીરના બાંદીપોરા જિલ્લાના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાના ધારાસભ્યની રેલીમાં ભારે ધમાલ મચી છે. ટોળાએ રેલીમાં હુમલો કરતા સ્થિતિ તંગ બની છે, જેમાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ દરમિયાન અનેક વાહનોને પણ નુકસાન થયું છે. ઘટનાની જાણ થતાં પોલીસ અધિકારીઓએ સ્થળ પર દોડી આવીને કાર્યવાહી કરી છે. પોલીસે સ્થિતિને કાબુ કરવા માટે ટોળા પર ટીયર ગેસના સેલ છોડ્યા છે. બીજી તરફ નેશનલ કોન્ફરન્સે હુમલા પાછળ ભાજપનો હાથ હોવાનો આક્ષેપ કર્યો છે. બીજી  તરફ  ભાજપે પણ વળતો જવાબ આપ્યો છે.

મારામરીમાં અનેકને ઈજા, પોલીસે ફરિયાદ નોંધી

પોલીસે જણાવ્યું કે, મારામારીમાં ઘણાં લોકો ઈજાગ્રસ્ત થયા છે અને તેમને તુરંત નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ત્રણને વધુ ઈજા થઈ હોવાથી સારી સારવાર માટે શ્રીનગરની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. પોલીસે ઘટનાને ધ્યાને રાખી વિવિધ કાયદાકીય કલમો હેઠળ કેસ નોંધી વધુ તપાસ શરૂ કરી દીધી છે. હાલ આ મામલે કોઈ પણની ધરપકડ કરવામાં આવી નથી.

આ પણ વાંચો : અમેરિકાએ ભારતને આપેલું વચન પૂરું કર્યું: 248 ચોરાયેલી પ્રાચીન ચીજવસ્તુ પરત કરી

હુમલા પાછળ ભાજપનો હાથ : ધારાસભ્યનો આક્ષેપ

નેશનલ કોન્ફરન્સ (National Conference) ધારાસભ્ય નજીર અહમદ ખાને રેલીમાં હુમલો કરવા પાછળ ભાજપના કાર્યકર્તાઓ અને હરીફ ભાજપના નેતા ફકીર મોહમ્મદ ખાનના સંબંધીઓને જવાબદાર ઠેરવ્યા છે. તેમણે કહ્યું કે, ભાજપે જાણીજોઈને રેલીને નિશાન બનાવ્યું છે અને તેમનો સમર્થકોના હુમલાના કારણે અનેક લોકોને ઈજા થઈ છે. બીજીતરફ ભાજપ નેતાએ પણ ધારાસભ્યના આક્ષેપોનો વડતો જવાબ આપ્યો છે.

રેલીમાં આવેલા સમર્થકોએ પથ્થમારો કર્યો : ભાજપનો આક્ષેપ

ભાજપ નેતા ફકીર મોહમ્મદ ખાના પુત્ર અને તુલૈલાના ડીડીસી એજાજ અહમદ ખાને ધારાસભ્ય નજીર ખાનના આક્ષેપોનો પાયાવિહોણા ગણાવ્યા છે. તેમણે દાવો કર્યો છે કે, ‘રેલીમાં આવેલા સમર્થકોએ ભાજપના કાર્યકર્તાઓના ઘરો પર પથ્થર મારો કર્યો છે, જેનો ગ્રામજનો વિરોધ કરી રહ્યા છે. અમારા કાર્યકર્તાઓને પણ ઈજા થઈ છે અને અનેક ઘરોને નુકસાન થયું છે.’ આ ઘટનાને લઈ સ્થાનિક પોલીસ દ્વારા ફરિયાદ નોંધ્યા બાદ તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો : ભાજપે 12 બેઠકો પર એવો ખેલ પાડ્યો કે ચૂંટણી બાદના સમીકરણો પર અત્યારથી થવા લાગી ચર્ચા


Google NewsGoogle News