જમ્મુ કાશ્મીર : પૂંછમાં 3 નાગરિકોના મોતનો મામલો, સેનાએ બ્રિગેડિયર કમાન્ડર પર કરી કાર્યવાહી
રાજૌરી-પૂંછ સેક્ટરમાં સેનાના કાફલા પર આતંકી હુમલોમાં ચાર જવાન શહીદ થયા હતા
હુમલા સંદર્ભે ધરપકડ કરાયેલા 3 નાગરિકના કસ્ટડીમાં મોત થયા બાદ મૃત મળી આવ્યા હતા
નવી દિલ્હી, તા.25 નવેમ્બર-2023, સોમવાર
Jammu And Kashmir Poonch Terror Attack : જમ્મુ-કાશ્મીરના પૂંછમાં ત્રણ નાગરિકોના મોતના મામલામાં સેનાએ બ્રિગેડિયર સ્તરના અધિકારી વિરુદ્ધ તપાસ શરૂ કરી છે. તેમજ તેમની સામે કાર્યવાહી કરીને તેમને જોડવામાં આવ્યા છે. ભારતીય સેનાના સૂત્રોના જણાવ્યા અનુસાર, 13 સેક્ટર રાષ્ટ્રીય રાઈફલ્સના બ્રિગેડિયર કમાન્ડર (Brigadier Commander of 13 Sector Rashtriya Rifles)ને જોડવામાં આવ્યા છે. આ ઉપરાંત જોડાયેલા અધિકારીઓના વિસ્તારમાં આતંકવાદી હુમલામાં જવાનોના શહીદ થવાની ઘટનાઓની પણ તપાસ કરવામાં આવશે.
આતંકીઓએ સેનાના કાફલા પર હુમલો કર્યો હતો
ખરેખર, રાજૌરી-પૂંછ સેક્ટરમાં સેનાના કાફલા પર ઘાત લગાવીને આતંકી હુમલો થયો હતો. આ હુમલામાં ચાર જવાન શહીદ થયા હતા. મળતી માહિતી મુજબ, આ પછી ત્રણેય નાગરિકોને હુમલા સંબંધિત પૂછપરછ માટે અટકાયતમાં લેવામાં આવ્યા હતા. આ ત્રણ નાગરિકો પાછળથી મૃત હાલતમાં મળી આવ્યા હતા. સેનાએ આ અંગે તપાસના આદેશ આપ્યા હતા. તપાસની શરૂઆત સાથે જ બ્રિગેડિયર કમાન્ડર સામે પ્રથમ કાર્યવાહી કરવામાં આવી છે.
3 લોકોની કસ્ટડીમાં મોત થતા તપાસના આદેશ
હકિકતમાં રાજૌરી- પૂંછ સેક્ટરમાં ઘાત લગાવીને સેનાના કાફલા પર થયેલા આતંકી હુમલા સાથે સંબંધિત પૂછપરછ માટે ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ દરમિયાન કસ્ટડીમાં રહેલા 3 લોકોના મોત થતાં સેનાએ આંતરિક તપાસના આદેશ આપ્યા છે. સમાચાર એજન્સી અનુસાર, 21 ડિસેમ્બરે પુંછમાં અજાણ્યા આતંકવાદીઓ તરફથી ઘાત લગાવીને બે સેન્ય વાહનો પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં 4 જવાન શહીદ થયા હતા. આ હુમલાને ધ્યાનમાં રાખીને સેનાએ 3 નાગરિકોની પૂછપરછ માટે અટકાયત કરી હતી. આ ત્રણેય 22 ડિસેમ્બરે મૃત મળ્યા હતા.
ત્રણેયના સંબંધી અને નેતાઓએ લગાવ્યો આરોપ
આ ત્રણેયના સંબંધીઓ અને નેતાઓએ આરોપ લગાવ્યો કે ગુરૂવારે (21 ડિસેમ્બરે) હુમલાના સંબંધમાં પૂછપરછ માટે સેના તરફથી ઉઠાવવામાં આવેલા 8 લોકોમાંથી એક હતા. આ લોકોનું કહેવું છે કે માનક સંચાલન પ્રક્રિયાના ભાગના રૂપમાં નાગરિકોની મોત મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. બીજી તરફ જમ્મુ કાશ્મીર પોલીસ પણ મોતની તપાસ કરી રહી છે.
મોતની તપાસમાં પુરતો સહયોગ કરશે સેના
સેનાએ પણ શનિવારે કહ્યું કે તે નાગરિકોના મોતની તપાસમાં સંપૂર્ણ સહયોગ કરવા માટે પ્રતિબદ્ધ છે. જમ્મુ કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં રવિવારે એક રિટાયર્ડ એસએસપીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. શંકાસ્પદ આતંકી ગોળી માર્યા પછી ફરાર થઇ ગયો હતો. આતંકીઓએ મસ્જિદ પર ગોળીબાર પણ કર્યો હતો. જમ્મુ કાશ્મીરમાં આતંકીઓની ઘૂસણખોરી અને હુમલા વધી રહ્યાં છે. પુંછમાં સેનાના વાહન પર સંતાઇને હુમલો કર્યા પછી હવે રિટાયર્ડ પોલીસ અધિકારીને નિશાન બનાવીને હુમલો કરવામાં આવ્યો હતો.