જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષા વચ્ચે સેનાની મોટી કાર્યવાહી, જૈશ કમાન્ડર સહિત ત્રણ આતંકવાદી ઠાર
Jammu and Kashmir : જમ્મુ અને કાશ્મીરમાં હિમવર્ષા વચ્ચે સેનાના જવાનોએ મોટી કાર્યવાહી કરી છે. 9 એપ્રિલથી ચાલી રહેલાં સર્ચ ઓપરેશન દરમિયાન સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. કિશ્તવાડમાં આજે શુક્રવારે (11 એપ્રિલ, 2025) સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. મળતી માહિતી મુજબ, સેનાના જવાનોએ કિશ્તવાડમાં જૈશ કમાન્ડર સહિત ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા છે. સમગ્ર મામલે આવતીકાલે શનિવારે (12 એપ્રિલ, 2025) ભારતીય સેનાના અધિકારીઓ પ્રેસ કોન્ફરન્સ યોજીને વધુ માહિતી આપશે.
આ પણ વાંચો: VIDEO : ઉત્તર પ્રદેશમાં ફટાકડાના ગોડાઉનમાં ધડાકો, બે માળની ઈમારત ધરાશાયી, બેના મોત
મળતી માહિતી મુજબ, જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ એમ બંને બાજુથી ભારે ગોળીબાર થયો હતો. આ ગોળીબારમાં ત્રણ આંતકીઓને ઠાર કરી દેવામાં આવ્યા છે. અગાઉ ગઈકાલે ગુરુવારે આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. આ પછી સુરક્ષાદળ દ્વારા આ વિસ્તારમાં ચારેય બાજુથી ઘેર લેવામાં આવ્યો હતો. જેમાં સેનાના જવાનો સર્ચ કરી રહ્યા હતા, આ દરમિયાન અચાનક આતંકવાદીઓએ જવાનો પર ગોળીબાર કરવાનું શરૂ કર્યુ હતું.