Diwali 2023: ભારે બરફવર્ષા વચ્ચે 4000 ફુટ ઉંચાઈ પર સેનાના જવાનોએ ઉજવી દિવાળી
પશ્ચિમ બંગાળમાં બીએસએફના જવાનો દિવાળીના તહેવાર પર ભારત- બાંગ્લાદેશ બોર્ડર ફુલબારી ખાતે BGB જવાનો (બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ) સાથે મીઠાઈની આપ-લે કરી
Image Social Media |
તા. 12 નવેમ્બર 2023, રવિવાર
Diwali 2023: જમ્મુ કાશ્મીરમાં ભારે બરફવર્ષા વચ્ચે 4000 ફુટ ઉંચાઈ પર ભારતીય સેનાના જવાનોએ LOC પર પાકિસ્તાની ચોકી સામે પેટ્રોલિંગ કરી રહ્યા છે. પશ્ચિમ બંગાળમાં બીએસએફના જવાનો દિવાળીના તહેવાર પર ભારત- બાંગ્લાદેશ બોર્ડર ફુલબારી ખાતે BGB જવાનો (બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ) સાથે મીઠાઈની આપ-લે કરી હતી. મહત્વની વાત એ છે કે, આ વર્ષે વડાપ્રધાન મોદી દિવાળીની ઉજવણી કરવા હિમાચલ પ્રદેશના લેપ્ચા ખાતે પહોંચ્યા હતા.
દુનિયાભરમાં આજે દિવાળીના તહેવાર ધુમધામથી મનાવવામાં આવી રહ્યો છે. જો કે દેશની રક્ષા કરનારા -જવાનો હાલમાં આપણા દેશની બોર્ડર પર સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે.
#WATCH | J&K: Indian Army personnel celebrated Diwali by lighting sparklers and bursting crackers in Rajouri (11.11) pic.twitter.com/AKAiY2ix4S
— ANI (@ANI) November 11, 2023
ભારત- બાંગ્લાદેશ બોર્ડર પર જવાનોએ કરી દિવાળીની ઉજવણી
પશ્ચિમ બંગાળના બીએસએફ જવાનો દિવાળીના અવસરે ભારત- પાકિસ્તાન બોર્ડર, ફુલબારીમાં બીજીબી જવાનો (બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ) સાથે મીઠાઈની આપ-લે કરી હતી દિવાળીની શુભકામનાઓ પાઠવી હતી.
હિમાચલમાં જવાનો સાથે દિવાળીની ઉજવણી કરવા પહોચ્યા મોદી
આ વર્ષે પ્રધાનમંત્રી મોદી દિવાળીની ઉજવણી કરવા માટે હિમાચલ પ્રદેશમાં લેપ્ચા ખાતે પહોચ્યા હતા. તેમણે ભારતીય સેનાના જવાનો સાથે વાતચિત કરી હતી અને તેમને દિવાળીની શુભકામનાઓ પાઠવી હતી.