શૈલજા દ્વિવેદીએ મેજર હાંડાને કોર્ટ માર્શલ કરાવવાની ધમકી આપી હતી
- મેજરની પત્નીની હત્યાના હાઈપ્રોફાઈલ કેસમાં ચોંકાવનારા ખુલાસા
- શૈલજાને હાંડા સાથે અફેર હતુ, હાંડાએ શૈલજાને 3 મહિનામાં 3000 કોલ કર્યા હતા
નવી દિલ્હી, તા. 26 જૂન 2018 મંગળવાર
આર્મીના એક મેજર દ્વારા અન્ય મેજરની પત્નીની હત્યા કરવાના હાઈપ્રોફાઈલ કેસમાં રોજે રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે.
દિલ્હી પોલીસના કહેવા પ્રમાણે ભારતીય સેનાના મેજર અમિત દ્વિવેદીની પત્ની શૈલજા દ્વિવેદીની હત્યાના મામલામાં અન્ય મેરજ નિખિલ હાંડાએ પોતાનો ગુનો કબૂલી લીધો છે.
પોલીસ સમક્ષ હાંડાએ કહ્યં હતું કે શૈલજાએ મારી સાથે લગ્નેતર સબંધો આગળ વધારવાનો ઈનકાર કરી દીધો હતો અન મેં તેની હત્યા કરી નાંખી હતી.
એક અખબારે જણાવ્યા પ્રમાણે શૈલજાની જિંદગીમાં હાંડાની દખલિગિર વધી ગઈ હતી. જેના પગલે શૈલજાએ તેનાથી અંતર રાખવા માંડ્યુ હતુ. શૈલજાએ કંટાળીને મેજર હાંડાને કોર્ટ માર્શલ કરાવવાની ધમકી આપી હતી. એ પછી નિખિલે આર્મી બેઝ હોસ્પિટલમાં શનિવારે શૈલજાને મળવા માટે બોલાવી હતી. જ્યાં નિખિલે તેની હત્યા કરી નાંખી હતી.
શૈલજા અને હાંડા વચ્ચે અફેર હતુ અને બંને વચ્ચે એટલી નિકટતા હતી કે હાંડાએ છેલ્લા 6 મહિનામાં શૈલજાને 3000 વખત કોલ કર્યા હતા. 2015થી તેઓ એકબીજાને જાણતા હતી. શૈલજાના પતિ મેજર અમિતનુ નાગાલેન્ડના દીમાપુરમાં પોસ્ટિંગ થયુ હતુ.
જ્યાં મેજર હાંડા પણ તૈનાત હતા.પોલીસના કહેવા પ્રમાણે સત્તાવાર કાર્યક્રમોમાં બંને વચ્ચે મુલાકાતો વધવા માંડી હતી. જોકે બે મહિના પહેલા મેજર અમિતની ટ્રાન્સફર દિલ્હી થઈ ગઈ હતી. જે પછી મેજર હાંડાથી શૈલજાની દુરી સહેવાતી નહોતી.
સૂત્રોનુ કહેવુ છે કે અમિત દ્વિવેદીને આ અફેરની ગંધ આવી ગઈ હતી અને તેણે શૈલજાને હાંડા સાથેના સબંધો ખતમ કરી નાંખવાની ચેતવણી આપી હતી.
અફેર ખતમ કરવા માટે શૈલજાએ હાંડા સાથે અંતર રાખવા માંડ્યુ હતુ અને તેના કારણે મેજર હાંડા ઉશ્કેરાયો હતો. ટ્રીટમેન્ટના બહાને નાગાલેન્ડથી દિલ્હી આવેલા હાંડાએ શનિવારે જ શૈલજાની હત્યા કરવાનું કાવતરુ ઘડી નાંખ્યુ હતુ.