Get The App

37 કિલો વજન ઘટાડીને ભારતીય સેના માટે પ્રેરણારૂપ બન્યા આ કર્નલ

Updated: Dec 19th, 2019


Google NewsGoogle News
37 કિલો વજન ઘટાડીને ભારતીય સેના માટે પ્રેરણારૂપ બન્યા આ કર્નલ 1 - image

નવી દિલ્હી, તા.19 ડિસેમ્બર 2019, ગુરૂવાર

ભારતીય સેનાના ચીફ જનરલ બિપિન રાવત સંખ્યાબંધ વખત ઉપરી અધિકારીઓના વધતા જતા વજનને લઈને ચિંતા વ્યક્ત કરતા હોય છે. તેઓ જવાનો અને અધિકારીઓ સાથેની મુલાકાતમાં ફિટ રહેવાની વારંવાર ટકોર પણ કરતા હોય છે.

જોકે સેનાના જ એક કર્નલ ગૌતમ ગુહા ભારતીય સેનાના જવાનો માટે ફિટનેસ જાળવવાનો પ્રેરણા સ્ત્રોત બન્યા છે. જેનુ કારણ એ છે કે, કર્નલ ગુહાએ પોતાનુ વજન 37 કિલો ઘટાડ્યુ છે. હવે તેમની વજન ઘટાડવાની ટેકનિકનો જયપુર આર્મી હોસ્પિટલ પાયલોટ પ્રોજેક્ટ તરીકે ઉપયોગ કરી રહી છે.

કર્નલ ગુહાનુ વજન ગયા વર્ષે જાન્યુઆરી મહિનામાં 107 કિલો પહોંચી ગયુ હતુ. ડાયાબિટિઝ, હાયપરટેન્શન અને હરદયની બિમારીના કારણે તેઓ આર્મીની સૌથી ખરાબ મેડિકલ કેટેગરીમાં આવી ગયા હતા.

ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, ચેનલ સબસ્ક્રાઈબ કરવા કરો ક્લિક

37 કિલો વજન ઘટાડીને ભારતીય સેના માટે પ્રેરણારૂપ બન્યા આ કર્નલ 2 - imageજોકે આજે કર્નલ ગુહા એકદમ ફીટ છે. તેમનુ વજન હવે 70 કિલો છે, ડાયાબિટિસ અને હાઈપરટેન્શનની સાથે સાથે હાર્ટની બિમારીથી પણ તેમણે છુટકારો મેળવી લીધો છે. તેઓ હવે અનફિટની કેટેગરીમાંથી બહાર નીકળી ગયા છે.

ગુહાએ જે ટેકનિક અપનાવી હતી તેનો ઉપયોગ હવે જયપુર આર્મી હોસ્પિટલ 400 દર્દીઓ પર કરી રહી છે.

2008માં મુંબઈ હુમલા બાદ આતંકીઓ સામેના ઓપરેશનમાં ભાગ લેનાર કર્નલ ગુહા કહે છે કે, દરેક ફોજીને લાગે છે કે, તે દુનિયાનો સૌથી ફિટ વ્યક્તિ છે. કારણકે ફોજીની લાઈફ સ્ટાઈલ એ પ્રકારની હોય છે. મને 2013માં પીઠમાં ઈજા થયા બાદ મારૂ રમવાનુ બંધ થઈ ગયુ હતુ અને એ પછી મારૂ વજન સતત વધતુ ગયુ હતુ. 2015માં મારૂ વજન 100 કિલો પર પહોંચી ગયુ હતુ. મેં વજન ઘટાડવા તમામ રસ્તા અપનાવ્યા હતા. કેટલીય દવાઓ ખાધી હતી. રોજ કિલોમીટરો સુધી ચાલતો હતો પણ એ પછી અલગ અલગ રિસર્ચ અંગે વાંચ્યુ ત્યારે મને લાગ્યુ હતુ કે, કસરત જરૂરી છે પણ વજન ઘટાડવાનો 70 ટકા આધાર ડાયેટ પર છે.

ગુહાએ વજન વધારવા માટે નીચેની ટેકનિક સજેસ્ટ કરે છે :

- વજન ઘટાડવા માટે નહી પણ ફેટ ઘટાડવા પર ફોકસ હોવુ જોઈએ.

- કિચન પર સૌથી વધારે ધ્યાન આપવાની જરૂર છે. રિફાઈન્ડ ઓઈલ અને હાઈડ્રોજેનેટેડ ઓઈલ બંધ, ઘી બટર, નારિયેળ તેલ, સરસવ તેલનો ઉપયોગ કરી શકાય છે. કોલેસ્ટ્રોલ વધારે   હોય તો  એન્ટી ઓક્સિડન્ટવાળા ભોજન પર ફોકસ કરવુ જોઈએ.

- મીઠાઈ બંધ કરવાથી ડાયાબિટિસ ખતમ નથી થતો. ગ્લુકોઝની માત્રા વધારે હોય તેવી વસ્તુઓ ખાવી જોઈએ નહી.

- લો કાર્બોહાઈડ્રેટવાળુ ડાયેટ લેવુ જોઈએ. જે શરીરના હિસાબે નક્કી થાય છે.

- કેલેરીની ક્વોલિટી પણ જોવી જોઈએ. 300 કેલેરી વાળુ સલાડ સારૂ છે કે એટલી કેલેરીનો આઈસક્રીમ ખરાબ છે તે ધ્યાનમાં રાખવો જોઈએ.

- 30 થી 60 વર્ષના વ્યક્તિઓએ રોજ 14 કલાક ઉપવાસ કરવો જોઈએ. મતલબ કે રાતે 9 વાગ્યે ભોજન કર્યુ હોય તો સવારે 11 વાગ્યે જ ફરી ખાવુ જોઈએ. 60 થી ઉપરના માટે આ   સમય 12 કલાકનો હોવો જોઈએ.




Google NewsGoogle News