Get The App

લડાખમાં દૂરદૂરનાં ગામો સુધી સેનાએ 4-G કનેક્ટીવિટી પહોંચાડી દીધી છે

Updated: Jan 4th, 2025


Google NewsGoogle News
લડાખમાં દૂરદૂરનાં ગામો સુધી સેનાએ 4-G કનેક્ટીવિટી પહોંચાડી દીધી છે 1 - image


- ભારતે LAC નજીક વાઇબ્રન્ટ વિલેજીસ પ્રોગ્રામ હાથ ધર્યો છે

- આથી કારગીલ, સિયાચીન, દાલચોક, દૌલત-બેગ ઓલ્ડા અને ગલવાન ઘાટી સુધીનાં ગામો તેમાં આવરી લેવાયાં છે

લેહ : ચીને લદ્દાખથી શરૂ કરી અરૂણાચલ પ્રદેશ સુધીમાં તિબેટ તરફના ભાગે ગામડાંઓ રચવાનો પ્રારંભ કરતાં અને કેટલાંક ગામો સ્થાપી પણ દેતાં ભારતે તેના જવાબમાં લદાખથી શરૂ કરી હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને સિક્કીમ તથા ભૂતાન વચ્ચેના દાલચોક અને અરૂણાચલ પ્રદેશ સુધીમાં ''વાઇબ્રન્ટ-વિલેજ પ્રોગ્રામ'' હાથ ધર્યો છે, તેમાં ઉત્તરે કારગીલ અને દૌલત-બેગ-ઓલ્ડી પણ આવરી લીધાં છે તથા પ્યોગ્યમાં લેક અને ગલવાન ઘાટી પણ આવરી લેવામાં આવ્યાં છે. સીયાચીન પણ તેમાં સમાવિષ્ટ છે.

આ કાર્યક્રમ નીચે તે વિસ્તારોમાં ગામોને સાંકળી લેવા 4-G કનેક્ટિવિટી પહોંચાડી દીધી છે.

આ કાર્યવાહી લદાખમાં આર્મીના ફોરટીચ કોર્પ્સે હાથ ધરી છે. આ સેનાને લદાખમાં રક્ષણની જવાબદારી સોંપવામાં આવી છે. તેમ કહેતાં આર્મીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે વાસ્તવમાં જૂન, ૨૦૨૪થી આ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. હવે તે પૂરી થતાં તે વિષે માહિતી અપાઈ રહી છે.

ભારતીય સેનાના પ્રવક્તાએ વધુમાં જણાવ્યું હતું કે ઇંડીયન આર્મીએ ભારતી-એરટેલના સરકારમાં નિશ્ચિત જગ્યાએ ફોર-જી ટાવર્સ ઊભાં કર્યા છે. જેથી કનેક્ટિવિટી ઝડપી અને સરળ બની રહે.

સેનાએ પાંચ મહિનામાં (૧૪-કોર્પ્સે) સબ-ઝીરો ટેમ્પેરચર્સમાં પણ લડાખ વિસ્તારમાં ૪૨ જેટલા 4-G મોબાઈલ ટાર્વસ ઊભાં કર્યા છે. જે કારગીલ, સિયાચીન, દાલચોક, ડીબીઓ અને ગલવાન ઘાટી દરેકને આવરી લે છે, તેથી લડાખમાં જનતા તથા સેના બંનેને ઉપયોગી થાય છે.

હવે લદાખમાં નિર્ભય રીતે સહેલાણીઓ આવી જઈ શકે છે. તેઓને આ ટાવર્સથી કનેક્ટિવિટી સાધવામાં અનિવાર્ય અનુકૂળતા રહે છે. તે ઉપરાંત આ પહેલાં પછાત ગણાતા પ્રદેશ (લદાખ)માં ઓન લાઈન એજ્યુકેશન આપી શકાય છે. સાથે દૂરનાં ગામડાંઓમાં આરોગ્ય સેવાઓ પણ ઝડપી પહોંચાડી શકાય છે. સાથે કેન્દ્ર સરકારે હાથ ધરેલી બહુવિધ યોજનાઓનો પણ લાભ લઈ સ્થાનિક લોકો લઈ શકે છે.

સેનાના પ્રવક્તાએ વધુ સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે ચીને લાઈન ઓફ કંન્ટ્રોલની તેની તરફની બાજુએ નવાં ગામો સ્થાપવાનું શરૂ કર્યું છે જે કાર્યવાહીનું નામ તેણે શીયા-ઓ-કાંગ તેવું આપ્યું છે. તેની સામે જવાબમાં ભારતે જબરજસ્ત તેવી આ કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News