Get The App

સિક્કિમમાં સૈન્યના એન્જિનિયર દેવદૂત બન્યાં, 48 કલાકમાં 150 ફૂટ ઊંચો સસ્પેન્શન બ્રિજ ઊભો કરાયો

Updated: Jun 24th, 2024


Google NewsGoogle News
સિક્કિમમાં સૈન્યના એન્જિનિયર દેવદૂત બન્યાં, 48 કલાકમાં 150 ફૂટ ઊંચો સસ્પેન્શન બ્રિજ ઊભો કરાયો 1 - image


Image Source: Twitter

Army built Suspension Bridge in 48 Hours: સિક્કિમમાં ભારે વરસાદ બાદ પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. નદીઓમાં પૂર આવ્યુ છે. રસ્તાઓને નુકસાન પહોંચ્યુ છે અને બાકી રહેલા તળાવ બની ગયા છે. અનેક સ્થળો પર ભૂસ્ખલનના કારણે રસ્તા બંધ થઈ ગયા છે. ભારે વરસાદના કારણે કેટલાક વિસ્તારો સાથે સંપૂર્ણ સંપર્ક તૂટી ચૂક્યો છે. સરહદી ગામોનો સંપર્ક તૂટી ગયો છે. ત્યારે આ પરિસ્થિતિમાં સૈન્યના એન્જિનિયર દેવદૂત બનીને સામે આવ્યા છે. 

 48 કલાકમાં 150 ફૂટ ઊંચો સસ્પેન્શન બ્રિજ ઊભો કરાયો

ભારતીય સેનાની ત્રિશક્તિ કોરના એન્જિનિયરોએ ઉત્તર સિક્કિમમાં 150 ફૂટનો સસ્પેન્શન પુલ બનાવ્યો છે. સૈન્યના એન્જિનિયરોએ પડકારજનક પરિસ્થિતિમાં કામ કરતા 48 કલાકથી પણ ઓછા સમયમાં ઝડપથી વહેતી નદી પર પગપાળા સસ્પેન્શન પુલ બનાવ્યો છે. આ પુલની મદદથી સરહદી ગામોને ફરી જોડી શકાશે. હવે લોકો સરળતાથી એક છેડેથી બીજા છેડા સુધી નદી પાર કરી શકશે. આ પહેલા પણ સૈન્યના જવાનોએ પૂરમાં ફસાયેલા સેંકડો પ્રવાસીઓને બચાવવા માટે મોટું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું.

ગૃહમંત્રી અમિત શાહે કરી બેઠક

આ વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મોનસૂન દરમિયાન સિક્કિમ સહિત પૂર્વોત્તર રાજ્યોમાં અલગ-અલગ ભાગમાં આનતા પૂરનો સામનો કરવા માટે એક સમીક્ષા બેઠક કરી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે મોનસૂન દરમિયાન નદીઓમાં જળ સ્તરમાં વધારો થવાના કારણે પૂર્વોત્તર રાજ્યોમાં મોટું પૂર આવે છે. ચોમાસા દરમિયાન સિક્કિમ, આસામ, મોઘાલય અને ત્રિપુરા જેવા રાજ્યોમાં પૂરનું પાણી ભરાય જાય છે. તેનો સામનો કરવા માટે જરૂરી વ્યવસ્થા અને તૈયારીઓ માટે ગૃહમંત્રીએ તમામ સ્ટેક હોલ્ડર્સ સાથે બેઠક યોજી હતી. 

પૂર્વોત્તરમાં બનાવવામાં આવશે 50 મોટા તળાવ

છેલ્લા કેટલાક વર્ષોમાં ગ્લેશિયર્સ અને તળાવો ફાટવાને કારણે અચાનક આવેલા પૂરને કારણે ઘણા લોકોના મોત થયા છે. સેંકડો લોકોને વિસ્થાપિત થવું પડ્યું છે. સિક્કિમ અને ઉત્તરાખંડમાં કોમ્યુનિકેશન લાઈનો અને રોડ નેટવર્ક ખોરવાઈ ગયા છે. આ દરમિયાન પૂર નિષ્ણાતોએ બ્રહ્મપુત્રા નદીના પાણીને વાળવા માટે પૂર્વોત્તરમાં ઓછામાં ઓછા 50 મોટા તળાવ બનાવવાનું સૂચન આપ્યુ છે. 


Google NewsGoogle News