'સેનાને રાજનીતિમાં ન ઢસડો', આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ રાહુલ ગાંધીને આપી સલાહ
Army Chief General Upendra Dwivedi : સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ આજે બુધવારે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીને સલાહ આપતાં કહ્યું કે, 'સેનાને રાજનીતિમાં ન ઢસડો. જો આવુ થયું તો આ ચિંતાની વાત છે.' જનરલે જણાવ્યું કે, 'ચીન સાથે બોર્ડર વિવાદને લઈને અમે વાતચીત આગળ વધારી રહ્યા છીએ. જો અમે એકબીજા સાથે વાત કરીશું તો ઘણીબધી શંકાનું સમાધાન આવી શકે છે. અમારો મત એવો રહ્યો છે કે શંકાઓ કોઈપણ કિંમતે દૂર થવી જોઈએ. આ માટે અમે કોર્પ્સ કમાન્ડરોને શક્ય હોય ત્યાં નિર્ણયો લેવાની સત્તા આપી છે. જો કોઈ મુદ્દો વાતચીત દ્વારા ઉકેલી શકાય તો તે થવો જોઈએ. તેમને આ સત્તા આપવામાં આવી છે કે જો કોઈ બાબત તેમના સ્તરે ઉકેલી શકાય તો તે કરવું જોઈએ. તેના માટે કોઈપણ પ્રકારની મંજૂરીની રાહ જોવાની જરૂર નથી.'
'સેનાને રાજનીતિમાં ન ઢસડો'
રાહુલ ગાંધીના નિવદેન પર જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ કહ્યું કે, 'લદ્દાખ સેક્ટરમાં ઘૂસણખોરી થઈ હતી. સેનાને રાજકારણમાં ઢસડવી ન જોઈએ. જ્યારે મહિલાઓને પણ દેવી કાલીની જેમ સેનામાં જોડાવવાની ટિપ્પણીને લઈને ફરીથી વાત કરી હતી.'
જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ ઝાંસીની રાણી લક્ષ્મી વિશે વાત કરતાં કહ્યું કે, 'અમે બુંદેલા હરબોલાના મોઢેથી વાર્તા સાંભળી હતી, બહાદુરીથી લડી તે ઝાંસીની રાણી હતી. તમને જણાવી દઈએ કે, મહિલાને સેનામાં શામિલ કરવામાં તેઓ પ્રેરણાદાય રહ્યા.' આ દરમિયાન સેના પ્રમુખે હથિયારના વેચાણ વિશે પણ વાત કરી હતી.
તેમણે કહ્યું કે, 'આપણા અહીંયાથી વિદેશમાં હથિયારને મોકલવામાં આવી રહ્યા છે. જેનું કારણ એ છે કે, હવે હથિયાર બનાવતી કંપનીઓને સરળતાથી લાયસન્સ મળી જાય છે અને છૂટ પણ મળી રહી છે. ભારત લાંબા સમયથી કહી રહ્યું છે કે અમે વાતચીત કરવા ઇચ્છીએ છીએ. પરંતુ જ્યારે જરૂર હશે તો અમે લડાય કરવાથી પાછળ રહીશું નહી. સેનામાં કોઈ જવાન શહીદ થાય છે તો તેમના પરિવારમાં આ અંગે જાણ કરવી તે ખૂબ જ પીડાદાયક હોય છે. જો કે, અમે એક પરિવારની જેમ કામ કરીએ છીએ. સેનામાં એન્જિનિયર, આર્ટી, ઈન્ફેન્ટ્રી સહિત તમામ લોકો એક પરિવાર જેમ હોય છે. આજે પણ, જો અમે કોઈ કાર્યક્રમનું આયોજન કરીએ છીએ, તો શહીદોની પત્નીઓ મોટી સંખ્યામાં આવે છે. જેનાથી ખ્યાલ આવે છે કે અમે એક પરિવારની જેમ કામ કરીએ છીએ. '