VIDEO : મણિપુરના સૌથી જૂના સશસ્ત્ર સંગઠન UNLF હિંસા છોડવા પર સહમત, શાંતિ કરાર પર કર્યા હસ્તાક્ષર
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બુધવારે (29 નવેમ્બર) કહ્યું કે, મણિપુરમાં સૌથી જૂના સશસ્ત્ર સંગઠન UNLF હિંસા છોડનારા મુખ્યધારામાં સામેલ થવા પર સહમત થયા છે. તેમણે જણાવ્યું કે, UNLFએ એક શાંતિ કરાર પર હસ્તાક્ષર કર્યા છે.
ગૃહમંત્રી શાહે પોતાના X હેન્ડલ પર કેટલીક તસવીરો શેર કરતા જણાવ્યું કે, એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ થઈ! પૂર્વોત્તરમાં સ્થાયી શાંતિ સ્થાપીને મોદી સરકારના અથાગ પ્રયાસોમાં એક નવો અધ્યાય જોડાયો છે, કારણ કે યૂનાઈટેડ નેશનલ લિબરેશન ફ્રન્ટ (UNLF)એ આજે નવી દિલ્હીમાં એક શાંતિ કરાર પર હસ્તાક્ષર કર્યા.
મુખ્યધારામાં સામેલ થવા પર સહમત થયું UNFL : અમિત શાહ
ગૃહમંત્રીએ કહ્યું કે, મણિપુર સૌથી જૂના ખીણમાં સ્થિત સંગઠન UNLF હિંસા છોડીને મુખ્યધારામાં સામેલ થવા પર સહમત થયું છે. હું લોકતાંત્રિક પ્રક્રિયાઓમાં તેમનું સ્વાગત્ કરું છું અને શાંતિ પ્રગતિના પથ પર તેમની યાત્રા માટે શુભકામના પાઠવું છું.
એક ઐતિહાસિક સિદ્ધી : અમિત શાહ
વધુ એક પોસ્ટમાં ગૃહમંત્રીએ કહ્યું કે, ભારત સરકાર અને મણિપુર સરકાર તરફથી UNLFની સાથે આજે હસ્તાક્ષરિત શાંતિ કરાર 6 દાયકા લાંબા સશસ્ત્ર આંદોલનના અંતનું પ્રતીક છે. આ વડાપ્રધાન મોદીના સર્વસમાવેશી વિકાસના દ્રષ્ટિકોણને સાકાર કરવા અને પૂર્વોત્તરમાં ભારતમાં યુવાનોને શ્રેષ્ઠ ભવિષ્ય આપવાની દિશામાં એક ઐતિહાસિક સિદ્ધિ છે.
સંગઠન પર પ્રતિબંધ લગાવાયાના થોડા દિવસ બાદ થયા કરાર
જણાવી દઈએ કે, ગૃહ મંત્રાલયે કેટલાક અન્ય કટ્ટરપંથી સંગઠનોની સાથે UNLF પર પ્રતિબંધ લગાવ્યો હતો. મીડિયા રિપોર્ટના અનુસાર, પ્રતિબંધ લગાવાયાના થોડા દિવસો બાદ આ શાંતિ કરાર થયો. આ નિર્ણય ત્યારે લેવાયો જ્યારે કેન્દ્રને લાગ્યું કે, આ સંગઠન મણિપુરમાં સેના, પોલીસ અને નાગરિકો પર હુમલાઓ અને હત્યાઓની સાથોસાથ ભારતની સંપ્રભુતા અને અખંડતા માટે હાનિકારક ગતિવિધિઓમાં સામેલ છે. UNLF મણિપુરમાં સૌથી જૂના મૈતેઈ વિદ્રોહી સંગઠન છે, જેની સ્થાપના 24 નવેમ્બર, 1964માં કરાઈ હતી.