Get The App

મહિલાકર્મીઓના માન સાથે કર્યો ખિલવાડ, અર્જુન એવોર્ડ વિનર CRPF ઓફિસરને થઈ આ સજા

Updated: Apr 27th, 2024


Google NewsGoogle News
મહિલાકર્મીઓના માન સાથે કર્યો ખિલવાડ, અર્જુન એવોર્ડ વિનર CRPF ઓફિસરને થઈ આ સજા 1 - image


CRPF Officer khajan Singh News | કેન્દ્રીય રિઝર્વ પોલીસ (CRPF) એ જાતીય શોષણના દોષિત જાહેર થયા બાદ તેમના એક ડીઆઈજી રેન્કના સિનિયર ઓફિસરને સસ્પેન્ડ કરવાનો આદેશ આપી દીધો છે. આરોપી CRPF અધિકારી અર્જુન એવોર્ડ વિજેતા છે. 

મહિલા કર્મચારીઓએ મૂક્યો હતો આરોપ 

ડીઆઈજી રેન્ક ધરાવતા ચીફ સ્પોર્ટ્સ ઓફિસર ખજાન સિંહ પર CRPFની મહિલા કર્મચારીઓએ જાતીય સતામણી કરવાનો આરોપ મૂક્યો હતો. સૂત્રોએ જણાવ્યું કે આ કાર્યવાહી યુપીએસસીની ભલામણ અને ગૃહમંત્રાલયની મંજૂર બાદ કરવામાં આવી હતી. 

પીડિત મહિલાઓના સમૂહે કરી હતી ફરિયાદ...

સૂત્રોએ કહ્યું કે પીડિત મહિલા સીઆરપીએફ કર્મચારીઓના એક ગ્રૂપ દ્વારા ડીઆઈજી ખજાન સિંહ સામે યૌન ઉત્પીડનના આરોપો મૂકાયા બાદ CRPF દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં અપરાધની પુષ્ટી પણ થઈ હતી. તેના પછી સીઆરપીએફએ યુપીએસસીને એક રિપોર્ટ સોંપ્યો હતો. જેના પછી ગૃહ મંત્રાલયે તેમને બરતરફ કરવાની ભલામણ કરી હતી. 

તપાસ બાદ યુપીએસસીનો નિર્ણય  

એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે CRPFએ અધિકારીના આચરણની તપાસ કરી, કાનૂની પ્રક્રિયાઓનું પાલન કર્યું અને યુપીએસસીને એક રિપોર્ટ સોંપ્યો. તેના પછી યુપીએસસીએ સેવાથી બરતરફ કરવાની સલાહ આપી. ગૃહ મંત્રાલયે પણ આ નિર્ણયને ટેકો જાહેર કર્યો. CRPF એ તેના પછી બરતરફ કરવાની નોટિસ ઈશ્યૂ કરી હતી.  CRPFના ચીફ સ્પોર્ટ્સ ઓફિસર તરીકે ફરજ સંભાળતા પહેલા ખજાન સિંહે 1986ના સિયોલ એશિયલ ગેમ્સમાં દેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને 200 મીટર બટરફ્લાય સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો હતો. તેમની જીતે 1951 બાદથી આ સ્પર્ધામાં ભારતને પ્રથમ મેડલ અપાવ્યો હતો. 

મહિલાકર્મીઓના માન સાથે કર્યો ખિલવાડ, અર્જુન એવોર્ડ વિનર CRPF ઓફિસરને થઈ આ સજા 2 - image



Google NewsGoogle News