Get The App

દિલ્હીમાં AQI 500ને પાર : લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે

Updated: Nov 5th, 2023


Google NewsGoogle News
દિલ્હીમાં AQI 500ને પાર : લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે 1 - image


- છેલ્લા 4-5 દિવસથી દિલ્હીમાં પ્રદૂષણ ગંભીર બન્યું

- ઇંદીરાગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ ટર્મિનલ-3ની AQI 571 ધીરપુર વિસ્તારમાં એક્યુઆઈ 542 નોંધાઈ : સરેરાશ 504ને પાર

નવી દિલ્હી : છેલ્લા ચાર પાંચ દીવસથી રાષ્ટ્રીય પાટનગર દિલ્હી સ્મોક સાથેની ફોગ સ્મોગમાં લપેટાઈ ગયું છે. હવામાં પ્રદૂષણ એટલી હદે વધી ગયું છે, લોકોને શ્વાસ લેવામાં પણ મુશ્કેલી પડે છે. સીસ્ટીમ ઓફ એર ક્વોલિટી એન્ડ વેધર ફોરકાસ્ટિંગ એન્ડ રીસર્ચ (SAFAR) નાં જણાવ્યા પ્રમાણે વાયુ-ગુણવત્તા સૂચકાંક ૫૦૪ પહોંચી ગયો છે.

ઇન્દીરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટનાં ટર્મિનલ ૩ ઉપર તો AQI ૫૭૧ નોંધાઈ છે. જ્યારે શનિવારે સવારે ધીરપુરમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) ૫૪૨ નોંધાઈ છે.

હવાનાં પ્રદૂષણને કારણે લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે. અને આંખોમાં બળતરા થાય છે. પરિસ્થિતિ એવી ઉપસ્થિત થઇ છે કે લોકોએ કોરોના કાળમાં જેમ માસ્ક પહેરવો પડતો હતો તેમ માસ્ક પહેરવો પડે છે. ઉપરાંત નંબર વગરના કાચ લગાડેલા અને બંને બાજુ પહોળી પટ્ટી ધરાવતી દાંડીવાળાં ચશ્માં પહેરવાં પડે છે.

માત્ર દિલ્હીમાં જ નહીં પરંતુ નોઇડામાં પણ સ્થિતિ ગંભીર બની ગઈ છે. ત્યાં તો એક્યુઆઈ ૫૭૬ નોંધાઈ છે. જ્યારે નોઇડાનાં સેક્ટર ૧૧૬માં એક્યુઆઈ ૪૨૬ નોંધાઈ છે. નોઇડા નિવાસી અભયકુમારે જણાવ્યું હતું કે નોઇડામાં પ્રદૂષણનું સ્તર વધી ગયું છે. એવું લાગે છે કે ગળામાં કૈં ચોંટી ગયું છે. ચારે તરફ ભારે હવા ફેલાઈ રહી છે દિલ્હી અને સીયાર (નેશનલ કેપીટલ રીજયન) અંગે યોગી આદિત્ય સાથે ગઇકાલે જ જણાવ્યું હતું કે દિલ્હી આખું જાણે કે ગેસ એઅર બની ગયું છે.

તેવામાં SAFAR  ના વિજ્ઞાનીઓએ ચેતવણી આપી છે કે દિલ્હીમાં આ પરિસ્થિતિ હજી બીજા ૪-૫ દીવસ ચાલુ રહેવાની આશંકા છે.


Google NewsGoogle News