Get The App

દેશમાં ચાલુ વર્ષનો એપ્રિલ મહિનો 1921 પછી સૌથી ગરમ, દેશમાં અનેક જગ્યાએ પારો 43 ડિગ્રીને પાર

ગરમીની અસર લોકસભા ચૂંટણીના મતદાન ઉપર પણ થઇ રહી છે

આગામી બે તબક્કામાં જે 191 બેઠકો પર મતદાન થવાનું છે તે પૈકી 186 બેઠકો પર ભીષણ ગરમી પડવાની સંભાવના

Updated: Apr 30th, 2024


Google NewsGoogle News
દેશમાં ચાલુ વર્ષનો એપ્રિલ મહિનો 1921 પછી સૌથી ગરમ, દેશમાં અનેક જગ્યાએ પારો 43 ડિગ્રીને પાર 1 - image


Weather updates | ચાલુ વર્ષે એપ્રિલ મહિનામાં જ ગરમીએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. દેશના વિભિન્ન ભાગોમાં રવિવારનો દિવસ સૌથી ગરમ રહ્યો હતો. ૧૯૨૧ પછી એપ્રિલ મહિનામાં આટલી વધારે ગરમીનો અનુભવ થયો હતોે. ગરમી એવી પડી રહી છે જાણે જૂન મહિનો ચાલી રહ્યો હોય.

આ વખતની ગરમી એટલા માટે ચોંકાવનારી છે કારણકે તેણે કેરળ, ઉટી, માથેરાન અને બેંગાલુરુના કેટલાક ભાગોમાં પણ જોવા મળી છે જ્યાં સામાન્ય રીતે આ દિવસોમાં  ખુશનુમા વાતાવરણ હોય છે.

દેશના અનેક વિસ્તારોમાં પારો ૪૩ સુધી પહોંચી ગયો છે. ભીષણ ગરમીની અસર લોકસભા ચૂંટણીના મતદાન ઉપર પણ થઇ રહી છે. પ્રથમ બે તબક્કામાં મતદાન ૬૦ થી ૬૨ ટકાની આસપાસ રહ્યું છે. ત્રીજા તબક્કાના મતદાન અગાઉ હવામાન વિભાગે ચેતવણી જારી કરી છે કે આગામી પાંચ દિવસ આનાથી પણ વધારે ગરમી પડવાની છે. ચેતવણી મુજબ ભીષણ ગરમીની અસર એ સ્થળો પર સૌથી વધારે જોવા મળશે જ્યાં આગામી બે તબક્કામાં મતદાન છે. 

આઇએમડીની આગાહી મુજબ આગામી બે તબક્કામાં જે ૧૯૧ બેઠકો પર મતદાન થવાનું છે તેમાંથી ૧૮૬ બેઠકો પર ભીષણ ગરમી પડવાની છે. આ સ્થળોએ તાપમાન ૩૫ ડિગ્રી સેલ્સિયસથી વધારે રહેશે.

પશ્ચિમ બંગાળ, ઓડિશા, બિહાર અને ઝારખંડના કેટલાક ભાગોમાં આગામી પાંચ દિવસ ગંભીર હીટવેવની સંભાવના છે. આ ઉપરાંત રાયલસીમા, કર્ણાટક, આંધ્ર અને તેલંગણાના પણ કેટલાક ભાગોાં ભીષણ ગરમી પડી શકે છે. 

રવિવારે કેરળના અલપ્પુઝામાં ૩૮, બેંગાલુરુમાં ૩૮.૫ , તમિલનાડુના ધર્મપુરીમાં ૪૧.૨, બંગાળના ડાયમંડ હાર્બરમાં ૪૧.૩, આંધ્ર પ્રદેશના કુરનુલમાં ૪૫.૨, આંધ્ર પ્રદેશના નાંદયાલમાં ૪૫.૬ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું હતું.


Google NewsGoogle News