સૈનિક સ્કૂલોની પ્રવેશ પરીક્ષા માટે અરજી શરુ, તમારા બાળકનું સપનું પણ સાકાર થઈ શકે છે
Representative Image |
Application for AISSEE Exam started : જો તમારા સંતાન ભારતીય સેનામાં જોડાવવાનું સપનું જોઈ રહ્યું છે તો તમારા માટે એક મહત્ત્વના સમાચાર છે. દેશના સંરક્ષણ મંત્રાલય હેઠળ ચાલતી 33 સૈનિક સ્કૂલ (જેમાંથી એક સ્કૂલ જામનગર નજીક બાલાચડીમાં પણ છે) અને 19 નવી સૈનિક સ્કૂલમાં શૈક્ષણિક વર્ષ 2025-26 માટેની પ્રવેશ પ્રક્રિયા શરુ કરાઈ છે. આ માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દેશભરની સૈનિક સ્કૂલોમાં ધોરણ 6 અને 9માં પ્રવેશ મેળવવા માટે અખિલ ભારતીય સૈનિક શાળા પ્રવેશ પરીક્ષા (AISSEE-2025)નું આયોજન કરવા જઈ રહી છે.
અહીં ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકશે
આ પ્રવેશ પરીક્ષા આપવા ઇચ્છતા ઉમેદવારોએ તારીખ 24.12.2024થી 13.01.2025 (05:00 PM) સુધીમાં વેબસાઇટ https://aissee2025.ntaonline.in/ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. ઉમેદવારો પરીક્ષાની ફી તારીખ 14/01/2025 સુધીમાં જમા કરી શકશે. પરીક્ષા ફી ડેબિટ/ક્રેડિટ કાર્ડ અથવા ઇન્ટરનેટ બૅંકિંગનો ઉપયોગ કરીને પેમેન્ટ ગેટવે દ્વારા ઓનલાઇન ચૂકવી શકાશે. SC/ST કેટેગરી માટે ફી Rs. 650/- + બૅંક ચાર્જ અને જનરલ/OBC કેટેગરી માટે Rs. 800/- + બૅંક ચાર્જ રહેશે.
પ્રવેશ પરીક્ષા માટે જરૂરી યોગ્યતા
ધોરણ 6માં પ્રવેશ મેળવવા ઇચ્છતા ઉમેદવારની ઉંમર 31.03.2025ના રોજ 10થી 12 વર્ષની વચ્ચે હોવી જોઈએ. આ સિવાય બધી સૈનિક સ્કૂલોમાં છોકરીઓ પ્રવેશ મેળવી શકશે. જ્યારે ધોરણ 9માં પ્રવેશ મેળવવા માટે ઉમેદવારની ઉંમર 31.03.2025ના રોજ 13થી 15 વર્ષની વચ્ચે હોવી જોઈએ અને તેણે પ્રવેશ સમયે માન્ય સ્કૂલમાંથી ધોરણ 8 પાસ કરેલ હોવું જોઈએ. ખાલી જગ્યાઓને આધારે છોકરીઓને ધોરણ 9માં પ્રવેશ આપવામાં આવશે. ઉંમરના માપદંડો છોકરા અને છોકરીઓ માટે સમાન રહેશે. પરીક્ષાને સંબંધિત વધુ માહિતી માટે ઉમેદવારો વેબસાઇટ https://exams.nta.ac.in/AISSEE/ પર મેળવી શકશે.
અરજી માટે જરૂરી ડૉક્યુમેન્ટ
1. બાળકનો ફોટો/સહી (વાલીની સહી)
2. બાળકનું આધાર કાર્ડ
3. વાલીનું આધાર કાર્ડ (માતા-પિતા બંનેનું)
4. જન્મ તારીખનો દાખલો અથવા LC લિવિંગ સર્ટી (સ્કૂલ છોડ્યાનું પ્રમાણપત્ર)
5. ડોમિસાઇલ
6. જાતિ અંગેનું પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય તો)