અયોધ્યામાં રામ મંદિર સિવાયના આ છે પ્રસિદ્ધ ધામ, મોટી સંખ્યામાં આવે છે દર્શનાર્થીઓ
- રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની વચ્ચે લોકોની અયોધ્યા જવાની રુચિ વધી
અયોધ્યા, તા. 09 જાન્યુઆરી 2024, મંગળવાર
22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. આ ઐતિહાસિક દિવસના સાક્ષી બનવા માટે લોકો દૂર-દૂરથી આવી રહ્યા છે. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની વચ્ચે લોકોની અયોધ્યા જવાની રુચિ વધી છે. અયોધ્યામાં રામ મંદિરના દર્શનની સાથે આ ધાર્મિક સ્થળોનો પણ પ્રવાસ કરવો. અયોધ્યામાં રામ મંદિર સિવાયના આ પ્રસિદ્ધ ધામમાં મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવે છે. તો ચાલો જાણીએ આ પ્રસિદ્ધ ધામ વિશે.....
કનક ભવન
આ ભવનમાં ભગવાન રામ અને માતા સીતાની સુંદર મૂર્તિ છે. કનકનો અર્થ સોનુ થાય છે તેથી તેને 'સોને કા ઘર' પણ કહેવામાં આવે છે. મૂર્તિઓના માથા પર સોનાનો તાજ છે. આ મૂર્તિઓની સુંદર કોતરણી અને આ ઉપરાંત ભવનનું સંગીતમય વાતાવરણ ભક્તોને ખૂબ જ પસંદ આવે છે.
હનુમાન ગઢી
આ મંદિર એક પહાડ પર સ્થિત છે તેને અવધના નવાબે બનાવ્યુ હતું. મંદિરમાં હનુમાનના દર્શન માટે તમારે 76 પગથિયાં ચઢવા પડશે. મંદિરમાં ભગવાન રામની 6 ઈંચની મૂર્તિ છે અને હનુમાનની માતા અંજની સાથે પણ મૂર્તિ વિરાજમાન છે.
ત્રેતાના ઠાકુર
એવી માન્યતા છે કે, ભગવાન રામે આ સ્થળ અશ્વગંધા યજ્ઞ કર્યો હતો. મંદિરમાં ભગવાન રામ, સીતા, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન વગેરેની મૂર્તિઓ છે. એક કાળા પથ્થરથી બનેલી અસલી મૂર્તિઓ પણ અહીં સાચવવામાં આવી છે.
સીતાનું રસોડુ
રામ જન્મસ્થળની ઉત્તર-પશ્ચિમમાં સીતાનું રસોડુ છે. મંદિરને રસોડામાં ફેરવી નાખવામાં આવ્યું છે. મંદિરના એક ભાગમાં ભગવાન રામ, તેમના ભાઈઓ અને તેમની પત્નીઓની જોડીમાં મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી છે.
રાજા મંદિર
સરયૂ નદીના તટ પર આ સુંદર મંદિર સ્થિત છે. મંદિરમાં અનેક દેવી-દેવતાઓની મૂર્તિઓના દર્શન તમે કરી શકો છો. અહીં આવીને તમે બધા દેવતાઓની ભક્તિમાં લીન થઈ જશો.