વિરાટ-અનુષ્કા બન્યા ફરી માતાપિતા, પુત્રનું નામ સાંભળીને તમે પણ કહેશો, વાહ...

અનુષ્કા શર્માએ 15 ફેબ્રુઆરીએ બેબી બૉયને જન્મ આપ્યો

કોહલી-અનુષ્કાએ ઈન્સ્ટાગ્રામ પર ચાહકોને ખુશખબરી આપી

Updated: Feb 21st, 2024


Google NewsGoogle News
વિરાટ-અનુષ્કા બન્યા ફરી માતાપિતા, પુત્રનું નામ સાંભળીને તમે પણ કહેશો, વાહ... 1 - image

Anushka Sharma And Virat Kohli Baby Boy : ભારતીય ક્રિકેટ ટીમનો ખેલાડી વિરાટ કોહલી બીજીવાર પિતા બન્યો છે. બોલીવૂડ અભિનેત્રી અનુષ્કા શર્માએ પુત્રને જન્મ આપ્યો છે. કપલે આ અંગે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને ચાહકોને ખુશખબરી આપી છે. આ સમાચાર સામે આવ્યા બાદ અનુષ્કા અને કોહલીના ચાહકો પણ કપલને અભિનંદન પાઠવી રહ્યા છે.

અનુષ્કા-વિરાટે ઈન્સ્ટાગ્રામ પર તસવીર શેર કરી

અગાઉ અનુષ્કા પ્રેગનેન્ટ હોવાની લાંબા સમયથી ચર્ચાઓ ચાલી રહી હતી, પરંતુ બંને કપલે આવી કોઈપણ માહિતી આપી ન હતી. પરંતુ જ્યારે સાઉથ આફ્રિકાના ક્રિકેટર અને  વિરાટના નજીકના મિત્ર એબી ડિવિલિયર્સે એક ઈન્ટરવ્યુ તરમામ કોહલીની પોલ ખોલી દીધી હતી. પરંતુ હવે કપલે જ આ અંગેની ખુશખબરી આપી દીધી છે અને આ અંગે ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરી ખુશી પણ વ્યક્ત કરી છે.

અનુષ્કા શર્મા બીજી વખત માતા બની

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે, જેમાં લખ્યું છે કે, ‘અમે ખુબ જ ખુશી અને પ્રેમ સાથે સારા સમાચાર આપી રહ્યા છે કે, અમારા ઘરે 15 ફેબ્રુઆરીએ બેબી બૉય અને વામિકા (Vamika)ના નાના ભાઈ અકાય (Akaay)નો જન્મ થયો છે. આ સમયે અમે આપના આશીર્વાદ ઈચ્છીએ છીએ.’


Google NewsGoogle News