Get The App

પાઠશાળાના બદલે મધુશાળા બની, ઝાડૂ પરથી દારુ પર આવી ગયા: કેજરીવાલ પર અનુરાગ ઠાકુરના આકરા પ્રહાર

Updated: Jan 11th, 2025


Google NewsGoogle News
પાઠશાળાના બદલે મધુશાળા બની, ઝાડૂ પરથી દારુ પર આવી ગયા: કેજરીવાલ પર અનુરાગ ઠાકુરના આકરા પ્રહાર 1 - image


Delhi Assembly Election 2025:  દિલ્હીમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે. આ વચ્ચે હવે ભાજપ સાંસદ અનુરાગ ઠાકુરે આમ આદમી પાર્ટી અને કેજરીવાલ પર દિલ્હીની જનતા સાથે ઠગાઈ કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કટાક્ષ કરતા કહ્યું કે, વર્ષ 2025 ચાલી રહ્યું છે પરંતુ હું 2026ની વાત કરવા આવ્યો છું, કારણ કે, 2025 નાણાકીય વર્ષ છે અને દારુ કૌભાંડ 2026 કરોડનું છે. દિલ્હીમાં પાઠશાળાના બદલે મધુશાળા બની, આ લોકો ઝાડૂ પરથી દારુ પર આવી ગયા. 

દારુ કૌભાંડના કિંગપિન અરવિંદ કેજરીવાલ

ભાજપ સાંસદે કહ્યું કે, આપદા દૂર થાય તે જરૂરી છે. એ પાર્ટીના મુખ્યમંત્રી અને ડેપ્યુટી સીએમ પણ જેલમાં ગયા. કોરોના મહામારી સમયે સુવિધાઓનો અભાવ હતો, જનતા પરેશાન હતી પરંતુ આમ આદમી પાર્ટી મસ્ત હતી. કારણ કે તે સમયે દારૂ કૌભાંડની યોજના બની રહી હતી. ચાલી રહ્યું હતું. દારૂ કૌભાંડના કિંગપિન અરવિંદ કેજરીવાલ છે. 2026 કરોડ રૂપિયાનું રેવેન્યુ નુકસાન થયું હતું.


અનુરાગ ઠાકુરે કહ્યું કે, 'દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકારની 10 વર્ષની આ યાત્રા કૌભાંડો અને પાપોથી ભરેલી રહી છે. તેઓ સ્વરાજની વાત કરતા હતા પરંતુ સ્વરાજ પરથી દારુ પર આવી ગયા. તેમના 8 મંત્રીઓ, 15 ધારાસભ્યો, 1 સાંસદ અને મુખ્યમંત્રી અને ડેપ્યુટી સીએમ પણ જેલમાં ગયા. આઝાદી પછી ભારતમાં એવી કોઈ સરકાર નહોતી જેણે AAP જેટલા પાપ કર્યા હોય.'

આ પણ વાંચો: ભાજપ-આપ વચ્ચે CAGના લીક રિપોર્ટ મુદ્દે ઘમસાણ, 2000 કરોડનું નુકસાન થયાનો દાવો

દિલ્હીના લોકો હવે ડબલ એન્જિન સરકાર ઈચ્છે

ભાજપના સાંસદ અનુરાગ ઠાકુરે આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી ચહેરા વિશે સવાલ કર્યો. તેમણે પૂછ્યું કે, આખરે આમ આદમી પાર્ટીનો ચહેરો છે કોણ? સીએમ આતિશી પોતાને સીએમ નથી માનતા. તેમના નેતૃત્વમાં ચૂંટણી લડતા નથી. આમ આદમી પાર્ટી પાસે એક ઈમાનદાર ચહેરો પણ નથી. દિલ્હીની જનતાએ તેમને સત્તામાંથી હાંકી કાઢવાનું મન બનાવી લીધું છે. દિલ્હીના લોકો હવે ડબલ એન્જિન સરકાર ઈચ્છે છે. પીએમ મોદીના નેતૃત્વમાં દિલ્હીના લોકોને કેન્દ્રીય યોજનાઓનો લાભ મળે તે સુનિશ્ચિત કરવામાં આવશે. આ ઉપરાંત અમે અમારા ચૂંટણી ઢંઢેરામાં કરેલા વાયદા 100% લાગુ કરાશે.


Google NewsGoogle News