Get The App

અંગૂઠા કાપવાવાળાની વાત કરનારાના રાજમાં શીખોના ગળા કાપવામાં આવ્યા', અનુરાગ ઠાકુરનો પલટવાર

Updated: Dec 14th, 2024


Google NewsGoogle News
અંગૂઠા કાપવાવાળાની વાત કરનારાના રાજમાં શીખોના ગળા કાપવામાં આવ્યા', અનુરાગ ઠાકુરનો પલટવાર 1 - image


Anurag Thakur On Rahul Gandhi: લોકસભામાં બંધારણ પર ચાલી રહેલી ચર્ચામાં હવે ભાજપના સાંસદ અનુરાગ ઠાકુરે રાહુલ ગાંધી પર પલટવાર કરતા જડબાતોડ જવાબ આપ્યો છે. અનુરાગ ઠાકુરે કહ્યું કે, 'રાહુલ ગાંધી સતત બંધારણ બતાવી રહ્યા છે પરંતુ મેં અગાઉ કહ્યું તેમ તેમને એ પણ નથી ખબર કે બંધારણમાં પાના કેટલા છે. આજે આ લોકો બંધારણને બચાવવાની વાત કરે છે, ભાજપ પર અંગૂઠો કાપવાના મનઘડત આરોપો લગાવે છે. તેઓ ભૂલી જાય છે કે, તેમના રાજમાં શીખોના ગળા કાપવામાં આવ્યા હતા. ત્યારે કોંગ્રેસ પાર્ટીની જ સરકાર હતી જ્યારે દેશના લોકતંત્રનું ગળું દબાવીને કટોકટી લાદવામાં આવી હતી.'

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પર સીધો પ્રહાર કરતા ઠાકુરે કહ્યું કે, 'આજે તમે બંધારણને ખિસ્સામાં લઈને ફરો છો, પરંતુ માત્ર તેને લઈને ફરવાથી કંઈ નથી થવાનું. હું તે તમને કહું છું કે, તેને વાંચીને પણ જુઓ, ત્યારે તમને સમજાશે કે ગાંધી પરિવાર અને કોંગ્રેસ પાર્ટીએ કેવી રીતે બંધારણના ધજિયા ઉડાવવાનું કામ કર્યું છે.'


કોંગ્રેસ પાર્ટીના રાજમાં જ શીખોના ગળા કાપવામાં આવ્યા હતા

રાહુલ ગાંધીની એકલવ્યની સ્ટોરીનો જવાબ આપતા ઠાકુરે કહ્યું કે, 'આજે આ લોકો ભાજપ પર મનઘડત આરોપો લગાવે છે. પરંતુ હું એ યાદ અપાવવા માંગુ છું કે, કોંગ્રેસ પાર્ટીના રાજમાં જ શીખોના ગળા કાપવામાં આવ્યા હતા. ભારતના ઈતિહાસમાં સૌથી વધુ રમખાણો કોંગ્રેસ પાર્ટીના શાસન દરમિયાન જ થયા છે. તેમણે દેશના બંધારણને તાર-તાર કરવાનું કામ કર્યું છે. તેના માટે તેમણે દેશની માફી માગવી જોઈએ.'

આ પણ વાંચો: લોકસભામાં રાહુલ ગાંધીનું સંબોધન, એકલવ્યનું દ્રષ્ટાંત આપી સરકાર પર કર્યા પ્રહાર

'અગ્નિવીર યોજનાથી દેશના યુવાનોનો અંગૂઠો કાપ્યો'

આ પહેલા વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ રાહુલ ગાંધીએ એકલવ્યનું દ્રષ્ટાંત આપતા કહ્યું હતું, કે 'અભય મુદ્રામાં હુનરના કારણે શક્તિ આવે છે. જેમ દ્રોણાચાર્યએ એકલવ્યનો અંગૂઠો કાપ્યો હતો, એ જ રીતે તમે (સરકાર) દેશનો અંગૂઠો કાપી રહ્યા છો. જ્યારે તમે ધારાવી અદાણીને આપો છો ત્યારે તમે ધારાવીના યુવાનોનો અંગૂઠો કાપો છો. તમે 70 વખત પેપરલીક કરાવી, ભારતના યુવાનોનો અંગૂઠો કાપ્યો. તમે અગ્નિવીર યોજનાથી દેશના યુવાનોનો અંગૂઠો કાપ્યો.'


Google NewsGoogle News