Get The App

સેંથિલકુમારની 'ગૌમૂત્ર'વાળી ટિપ્પણી પર અનુરાગ ઠાકુરના વળતા પ્રહારો : કોંગ્રેસ અને રાહુલ બંને પર નિશાન સાધ્યાં

Updated: Dec 7th, 2023


Google NewsGoogle News
સેંથિલકુમારની 'ગૌમૂત્ર'વાળી ટિપ્પણી પર અનુરાગ ઠાકુરના વળતા પ્રહારો : કોંગ્રેસ અને રાહુલ બંને પર નિશાન સાધ્યાં 1 - image


- રાજસ્થાન, મ.પ્ર., છત્તીશગઢમાં હાર પછી કોંગ્રેસ

- ઉત્તર ભારતીઓ ઉપર તેમણે અનેકવાર ટીકાઓ કરી છે છતાં DMKને સાથે રાખવાની કોંગ્રેસને કઈ મજબુરી છે ?

નવી દિલ્હી : ડીએમકેના સાંસદ ડી.એન.વી. સેંથિલકુમાર એમ.ની ગૌમુત્રવાળી ટિપ્પણી ઉપર કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે વળતા પ્રહારો કરતા કોંગ્રેસ ઉપર નિશાન સાધ્યું છે. અનુરાગે કહ્યું : ઉત્તર ભારતીયો ઉપર ટીકા કરવી દર્શાવી આપે છે કે તે લોકોએ એકવાર નહીં, અનેકવાર ચાલુ કર્યું છે. તેની શરૂઆત રાહુલ ગાંધીએ જ કરી છે. કોંગ્રેસને એમ તો કઈ મજબુરી છે કે તેણે ડી.એમ.કે. સાથે રહેવું જ પડે તેમ છે ?

અનુરાગે વધુમાં કહ્યું તેઓ (કોંગ્રેસ) ઈ.વી.એમ. ઉપર તો ઠીકરું ફોડે જ છે, પરંતુ હવે તો તેથી પણ આગળ વધી ગયા છે. રાહુલ ગાંધીની અમેઠીની હારથી તેની શરૂઆત થઈ ચુકી છે અને ઉત્તર ભારતીઓને હલકા દેખાડવાનું કામ શરૂ કરી દીધું છે.

ઉલ્લેખનીય છે કે સેંથિલકુમારે સંસદમાં મંગળવારે કહ્યું હતું કે ભાજપ માત્ર ગૌમુત્રવાળા રાજયોમાં જ જીત્યો છે. આ સાથે તેમણે કહ્યું : દક્ષિણ ભારતમાં રાજયો તમિલનાડુ, કેરલ કે આંધ્રપ્રદેશમાં કે તેલંગાણામાં તે જીતી શક્યો નથી. આથી લોકોએ વિચારવું જોઈએ કે ભાજપની તાકાત મુખ્યત: હીતદીગઢના રાજયોમાં જ છે. આ રાજયોને અમે સામાન્યત: 'ગૌમુત્ર રાજયો' કહીએ છીએ.

અનુરાગે આ સામે કહ્યું પી. એમ. મોદીએ મહામારીના સમયમાં દુનિયાભરમાં વેક્સિન દ્વારા સૌને સાથ આપ્યો હતો. ભારતમાં તેઓએ ''સબકા સાથ સબકા વિકાસ'' સુત્રને યથાર્થ કરી દેખાડયું.

અનુરાગ ઠાકુરે વધુમાં કહ્યું : રાજસ્થાન, મ.પ્ર અને છત્તીસગઢમાં મળેલા પ્રચંડ પરાજય પછી કોંગ્રેસ ગાલી-ગલોચ ઉપર ઉતરી ગઈ છે. ઈવીએમથી શરૂ કરી ભારતીય સંસ્કૃતિ સંલગ્ન દરેક બાબતો ઉપર હુમલા કરે છે. અમેઠીમાં પરાજય મળ્યા પછી દક્ષિણ ભારતમાં પહોંચી રાહુલ ગાંધીએ જે નિવેદનો કર્યા તેના શબ્દો જ દર્શાવે છે કે તેમનામાં કેટલી નફરત ભરેલી છે. તેથી તો ''ટુકડે ટુકડે ગેંગ''ની સાથે મધરાતે જઈ ઉભા રહ્યા પરંતુ અમે ટુકડા થવા દેશું નહીં. તેઓના વિચારો જ હિન્દુ અને સનાતનીઓને નીચા પાડવાના છે પરંતુ અમે તેવું થવા દઈએ, અમારું ધ્યેય અખંડ ભારતનું છે. આ સાથે ઠાકુરે આદ્ય શંકરાચાર્યનું ઉદાહરણ આપતા કહ્યું હતું કે તેઓ કેરળના જ બ્રાહ્મણ હતા. તેમણે તો વેદ ધર્મને દેશમાં પુન: સ્થાપિત કર્યો હતો. કેમ ભૂલી જવાય છે. અરે ! વલ્લભાર્ય મહાર પણ દક્ષિણમાંથી આવ્યા હતા. તેઓ તિલંગ બ્રાહ્મણ હતા.

આમ છતાં ડીએમકે ઉત્તર ભારતમાં રાજયોને ગૌમુત્ર રાજયો કહે છે તો પ્રશ્ન તે છે કે કોંગ્રેસને તેવી તો કઈ મજબુરી છે કે તેને ડી.એમ.કે.ને સાથે રાખવો જ પડે છે ? તેમ પણ અનુરાગ ઠાકુરે કોંગ્રેસને પૂછયું હતું.

જોકે આ પછી સેંથિલકુમારે પોતાની તે ટીપ્પણી પાછી ખેંચવા સાથે સંસદમાં માફી પણ માગી હતી.


Google NewsGoogle News