Get The App

ગુજરાતી સહિત અનેક ભાષામાં લોકપ્રિય ગીતો ગાનાર જાણીતા સિંગર ભાજપમાં જોડાયા

વર્ષ 1984માં ફિલ્મ 'હીરો' માટે ફિલ્મફેર એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યા

Updated: Mar 16th, 2024


Google NewsGoogle News
ગુજરાતી સહિત અનેક ભાષામાં લોકપ્રિય ગીતો ગાનાર જાણીતા સિંગર ભાજપમાં જોડાયા 1 - image
Image:Social Media

Anuradha Paudhwal Joined BJP : દેશમાં ટૂંક સમયમાં લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. જેના માટે ચૂંટણી પંચ આજે કેટલાક રાજ્યોમાં લોકસભા અને વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરવા જઈ રહ્યું છે. આ પહેલા પ્રખ્યાત ગાયિકા અનુરાધા પૌડવાલ ભાજપમાં જોડાઈ ગયા છે. તે આજે બપોરે ભાજપ ઓફિસ પહોંચ્યા અને પાર્ટીમાં જોડાયા હતા. ભાજપમાં જોડાયા બાદ અનુરાધા પૌડવાલે કહ્યું કે, “મને ખુશી છે કે આજે હું એવા લોકો સાથે જોડાઈ રહી છું જેમનો સનાતન સાથે ઊંડો સંબંધ છે. મેં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ભક્તિ ગીતો પણ ગાયા છે. રામલલાની સ્થાપના થઈ ત્યારે મને ત્યાં ગાવાનો મોકો મળ્યો, એ મારું સૌભાગ્ય છે.”

વર્ષ 1973માં કરી કરિયરની શરૂઆત

અનુરાધા પૌડવાલનો જન્મ 27 ઓક્ટોબર, 1952ના રોજ કર્ણાટકમાં કોંકણી પરિવારમાં થયો હતો. તેમણે વર્ષ 1973માં પોતાના કરિયરની શરૂઆત કરી હતી. પ્રથમ વખત તેમણે અભિમાન ફિલ્મમાં એક સંસ્કૃત શ્લોક ગાયું હતું. વર્ષ 1973માં તેમણે યશોદા સાથે મરાઠી સિનેમા ઈન્ડસ્ટ્રીમાં પણ ડેબ્યુ કર્યું હતું. એક વર્ષ પછી તેમણે બિન-ફિલ્મી મરાઠી ગીતોનો રેકોર્ડ બહાર પાડ્યો, જે ઘણીવાર "ભવ ગીતેન" તરીકે ઓળખાય છે, જે અત્યંત લોકપ્રિય બન્યો હતો. વર્ષ 1984માં તેમને ફિલ્મ 'હીરો' માટે ફિલ્મફેર એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યા હતા.

ગુજરાતી સહિત અનેક ભાષાઓમાં લગભગ 1500 ભજનો ગાયા

અનુરાધા પૌડવાલે હિન્દી, કન્નડ, રાજસ્થાની, પહાડી, મરાઠી, સંસ્કૃત, બંગાળી, ગુજરાતી, તમિલ, તેલુગુ, ઉડિયા, આસામી, પંજાબી, ભોજપુરી, નેપાળી અને મૈથિલી સહિત ઘણી ભાષાઓમાં ગીતો ગાયા છે. તેમણે હિન્દીમાં 8996 ગીતો અને મરાઠી સહિત અન્ય ભાષાઓમાં કેટલાક ગીતો ગાયા છે. અનુરાધા પૌડવાલ ભક્તિ ગીતો ગાવા માટે પ્રસિદ્ધ છે અને ભક્તિ સંગીત ઉદ્યોગમાં જાણીતી વ્યક્તિત્વ છે. તેમણે હિન્દી સહિત અનેક ભાષાઓમાં લગભગ 1500 ભજનો ગાયા છે. તેમના પ્રખ્યાત આલ્બમ્સમાં સરસ્વતી ચાલીસા, આજા મા, મહામૃત્યુંજ્ય મંત્ર જાપ માલા, દુર્ગા અમૃતવાણી, જય કાલી કાલી કાલી મહાકાલી અમૃતવાણી, ગાયત્રી મંત્ર, દુર્ગા સપ્તશતી, નવદુર્ગા વંદના, જય ત્રિવેણી સંગમ હર અને મહાકાલી ચાલીસાનો સમાવેશ થાય છે.

ગુજરાતી સહિત અનેક ભાષામાં લોકપ્રિય ગીતો ગાનાર જાણીતા સિંગર ભાજપમાં જોડાયા 2 - image


Google NewsGoogle News