Get The App

પેપરલીક વિરોધી બિલ લોકસભામાં પાસ, કૌભાંડીયાઓને ૧૦ વર્ષની જેલ થશે

પેપર ફૂટવાની ઘટનાઓથી પ્રમાણિક ઉમેદવારોએ વેઠવું પડતું હતું

બિલ લોકસભામાં પસાર થયું, ઉપલા ગૃહ રાજયસભામાં રજૂ થશે

Updated: Feb 6th, 2024


Google NewsGoogle News


પેપરલીક વિરોધી બિલ લોકસભામાં પાસ, કૌભાંડીયાઓને ૧૦ વર્ષની જેલ થશે 1 - image

નવી દિલ્હી,૬ ફેબુ્આરી,૨૦૨૪,મંગળવાર 

વિવિધ વર્ગની સરકારી નોકરીઓ માટે સ્પર્ધાત્મક પરિક્ષાઓ લેવાતી હોય છે. ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં સ્પર્ધાત્મક પરિક્ષાઓના પેપર લીક થવાની અનેક ઘટનાઓ બનેલી છે. પેપર લીક થવાથી પરિક્ષા મોકૂફ રાખવી પડે છે એટલું જ નહી પ્રમાણિકતાથી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનારા ઉમેદવારોને નુકસાન વેઠવું પડતું રહયું છે. દેશમાં પેપર લીક થવાના વધતા જતા ગુનાઓને ધ્યાનમાં રાખીને લોકસભામાં પેપર લીક વિરુધનું એક બિલ પાસ કરવામાં આવ્યું છે. સરકારે આ બિલ સોમવારે સંસદમાં રજૂ કર્યુ હતું. 

પેપરલીક વિરોધી બિલ લોકસભામાં પાસ, કૌભાંડીયાઓને ૧૦ વર્ષની જેલ થશે 2 - image

આ બિલ પરીક્ષા પ્રશ્નપત્ર લીક થવાના દોષીએને કડક દંડ આપવાની જોગવાઇ કરે છે. સ્કૂલ પરીક્ષાથી લઇને કોલેજ પરીક્ષા અને સરકારી નોકરીઓમાં લેવાતી પરીક્ષાઓનો આમાં સમાવેશ થાય છે. પેપર ફોડવાના ગુનામાં પકડાનારને ૧૦ વર્ષ જેલની સદજા અને ૧ કરોડ રુપિયાના દંડની જોગવાઇઓ કરવામાં આવી છે. પેપર લીક વિધેયક મુજબ હવે ગુનો બિનજામીનપાત્ર બની જશે.  લોકસભા પછી ઉપલા ગૃહ રાજયસભામાં પણ રજૂ કરવામાં આવશે. બંને ગૃહોમાં પસાર થયા પછી જરુરી પ્રક્રિયાના અંતે કાયદો અમલમાં આવી જશે. પેપર લીક થવાના ગુનાઓ અટકાવવાની દિશામાં બીલ મહત્વનું પગલું માનવામાં આવી રહયું છે.



Google NewsGoogle News