Get The App

NEET વિવાદ વચ્ચે એન્ટિ પેપર લીક કાયદો લાગુ, 10 વર્ષની સજા, 1 કરોડ સુધીના દંડની જોગવાઈ

Updated: Jun 22nd, 2024


Google NewsGoogle News
NEET વિવાદ વચ્ચે એન્ટિ પેપર લીક કાયદો લાગુ, 10 વર્ષની સજા, 1 કરોડ સુધીના દંડની જોગવાઈ 1 - image


NEET Controversy | પેપર લીક અંગે ચાલુ વર્ષે ફેબ્રુઆરીમાં પસાર કરાયેલો કાયદો આજથી અમલમાં આવી ગયો છે. સરકારે કાયદાનું જાહેરનામું બહાર પાડ્યું છે. પબ્લિક એક્ઝામિનેશન એક્ટ 2024ના અમલ પછી જાહેર પરીક્ષામાં અયોગ્ય માધ્યમોનો ઉપયોગ કરવા બદલ ત્રણથી પાંચ વર્ષની જેલ અને 10 લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.

કેવા કેવા દંડની જોગવાઈ છે કાયદામાં? 

કાયદામાં નકલ કરતાં અટકાવવા માટે ઓછામાં ઓછી ત્રણથી પાંચ વર્ષની જેલ અને આવા સંગઠિત ગુનામાં સંડોવાયેલા દોષિતોને પાંચથી દસ વર્ષની જેલની સજાની જોગવાઈ કરાઇ છે. સૂચિત કાયદામાં ઓછામાં ઓછા 1 કરોડ રૂપિયાના દંડની જોગવાઈ છે.

તમામ પરીક્ષાઓ કાયદાના દાયરામાં આવશે 

આ બિલ UPSC, SSC, રેલ્વે દ્વારા લેવામાં આવતી સ્પર્ધાત્મક પરીક્ષાઓ, બેંકિંગ ભરતી પરીક્ષાઓ અને નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા લેવામાં આવતી તમામ કમ્પ્યુટર આધારિત પરીક્ષાઓને આવરી લેશે. પબ્લિક એક્ઝામિનેશન એક્ટ 2024માં જણાવાયું છે કે, પ્રશ્નપત્ર અથવા આન્સર કી લીક કરવી,  જાહેર પરીક્ષામાં ગેરકાયદે રીતે ઉમેદવારને કોઈપણ રીતે પ્રત્યક્ષ કે આડકતરી રીતે મદદ કરવી અને કમ્પ્યુટર નેટવર્ક અથવા કમ્પ્યુટર સંસાધનો અથવા કમ્પ્યુટર સિસ્ટમ સાથે ચેડાં કરવા, કોઈ વ્યક્તિ, લોકોના સમૂહ અથવા સંસ્થાનો દ્વારા કરાયેલા ગુના ગણાશે. 

NEET વિવાદ વચ્ચે એન્ટિ પેપર લીક કાયદો લાગુ, 10 વર્ષની સજા, 1 કરોડ સુધીના દંડની જોગવાઈ 2 - image




Google NewsGoogle News