Get The App

બિહારમાં વધુ એક ટ્રેન ઉથલાવવાનું કાવતરું, ડ્રાઇવરની સૂઝબૂઝથી હજારોના જીવ બચ્યા

Updated: Oct 23rd, 2024


Google NewsGoogle News
બિહારમાં વધુ એક ટ્રેન ઉથલાવવાનું કાવતરું, ડ્રાઇવરની સૂઝબૂઝથી હજારોના જીવ બચ્યા 1 - image


Image: Freepik

Conspiracy to Overturn Train in Purnia: બિહારના પૂર્ણિયામાં ડ્રાઇવરની સૂઝબૂઝથી ટ્રેન ઉથલાવવાનો પ્રયત્ન નિષ્ફળ થયો. અસામાજિક તત્ત્વોએ ટ્રેનના પાટા પર સળિયા મૂકી દીધા હતા, પરંતુ  ડ્રાઇવરે સૂઝબૂઝ દાખવીને સમયસર ટ્રેન રોકી દેતાં હજારોના જીવ બચી ગયા હતા. ત્યાર બાદ ટ્રેનના કર્મચારીઓએ સળિયાને હટાવી દીધા હતા. આ મામલાને ગંભીરતાથી લઈને તપાસ શરુ કરાઈ છે અને રેલવેએ દોષિતો સામે કડક કાર્યવાહીની ખાતરી આપી છે.  

બિહારમાં પૂર્ણિયા-કટિહાર રેલવે બોર્ડ પર રાનીપતરા રેલવે સ્ટેશનથી આગળ અસામાજિક તત્ત્વોએ પાટા પર 10 એમએમના બે સળિયા મૂકી દીધા હતા. આ સળિયા પર કટિહારથી જોગબની જઈ રહેલી ડીએમયુ ટ્રેનના પૈડા ફસાઈ ગયા. ત્યારે ડ્રાઇવરની નજર અચાનક સળિયા પર પડી ગઈ. સ્ટેશન નજીક ટ્રેનની ગતિ પણ ધીમી હતી. આ કારણે ટ્રેન તાત્કાલિક રોકાઈ પણ ગઈ. ત્યારબાદ રેલવે કર્મચારીઓએ આ વિશે જાણકારી આપી. તેમણે ઘણી જહેમત બાદ બંને સળિયાને પૈડાથી બહાર કાઢ્યા. આ રીતે મોટી ટ્રેન દુર્ઘટના ટળી ગઈ.

કટિહાર રેલવે બોર્ડના સીનિયર કમાન્ડન્ટ કમલ સિંહે જણાવ્યું કે મામલાની તપાસ ચાલુ છે. દોષી પર કાર્યવાહી કરવામાં આવશે. આ ઘટના મંગળવાર મોડી સાંજની છે.

પટણા-ગયા રુટ પર ટ્રેન ઉથલાવવાનો પ્રયત્ન

આ પહેલા 9 ઑક્ટોબરે પટણા-ગયા રેલવે બોર્ડ પર એક એક્સપ્રેસ ટ્રેન ઉથલાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. મખદુમપુર અને બેલા સ્ટેશનની વચ્ચે નેયામતપુર હોલ્ટ નજીક પાટા પર મોટો પથ્થર મૂકીને ઈસ્લામપુર-હટિયા એક્સપ્રેસ ટ્રેનને ઉથલાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જોકે, આ ષડયંત્ર નિષ્ફળ થઈ ગયું.

ટ્રેનના લોકો પાયલટની નજર પથ્થર પર પડી, જે બાદ તેમણે ઇમરજન્સી બ્રેક લગાવીને ટ્રેનને દુર્ઘટનાગ્રસ્ત થવાથી બચાવી હતી. તે બાદ પોલીસને આ સંબંધિત માહિતી આપવામાં આવી હતી. જેમણે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરુ કરી દીધી. ઘણી જહેમત બાદ પાટા પરથી પથ્થર હટાવીને ટ્રેનને ચાલુ કરવામાં આવી. ટ્રેન લગભગ 20 મિનિટ ઊભી રહી.

આ પણ વાંચોઃ Explainer: 15 દિવસમાં બીજી ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ, ભારતમાં કેમ વારંવાર આવી દુર્ઘટના થાય છે?

એમપી અને યુપીમાં પણ ટ્રેન ઉથલાવવાનો પ્રયત્ન

દેશમાં ટ્રેન ઉથલાવવાના કાવતરા વધી રહ્યા છે. મધ્ય પ્રદેશના ગ્વાલિયર અને ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં આવા બે મામલા સામે આવ્યા. ગ્વાલિયરમાં લોકો પાયલટની સૂઝબૂઝથી માલગાડીને રોકીને દુર્ઘટના ટળી ગઈ. પોલીસે છ શંકાસ્પદોને કસ્ટડીમાં લઈને પૂછપરછ શરુ કરી છે. આ ઘટનાઓ ટ્રેન મુસાફરોની સુરક્ષા માટે ચિંતાજનક છે.

પહેલા પણ ટ્રેન ઉથલાવવાનો પ્રયત્ન

5 ઑક્ટોબર: ઝાંસી-ભોપાલ રેલવે લાઇન પર સળિયા મૂકવામાં આવ્યા

30 સપ્ટેમ્બર: કાનપુરમાં ગેસ સિલિન્ડર મળ્યું

29 સપ્ટેમ્બર: મહોબામાં પિલર મૂકીને પેસેન્જર ટ્રેનને ઉથલાવવાનો પ્રયત્ન થયો

22 સપ્ટેમ્બર: કાનપુરમાં મહારાજપુરમાં પ્રેમપુર સ્ટેશન નજીક એલપીજી સિલિન્ડર અને બીયર કેન મૂકેલા મળ્યા

17 ઓગસ્ટ: કાનપુરના ભીમસેનમાં પાટા પર મૂકેલા પથ્થર ટકરાવાથી સાબરમતી એક્સપ્રેસના 22 ડબ્બા પાટા પરથી ખડી પડ્યા


Google NewsGoogle News