કોટામાં વધુ એક વિદ્યાર્થીએ જીવન ટુંકાવ્યું, છેલ્લા બે મહિનામાં 9મી અને વર્ષમાં 27મી ઘટના

તનવીર 12મું ધોરણ પાસ કર્યા બાદ NEETની તૈયારી કરી રહ્યો હતો

Updated: Sep 28th, 2023


Google NewsGoogle News

કોટામાં વધુ એક વિદ્યાર્થીએ જીવન ટુંકાવ્યું, છેલ્લા બે મહિનામાં 9મી અને વર્ષમાં 27મી ઘટના 1 - image
Image:Pixabay

Kota Student Commits Suicide : રાજસ્થાનના કોટામાંથી ફરી એકવાર આપઘાતનો મામલો સામે આવ્યો છે. તનવીર મૂળરૂપે ઉત્તરપ્રદેશના મહારાજગંજનો રહેવાસી હતો. 21 વર્ષીય મોહમ્મદ તનવીર 12મું ધોરણ પાસ કર્યા બાદ NEETની તૈયારી કરી રહ્યો હતો. તેના પિતા કોટામાં જ એક કોચિંગ સેન્ટરમાં શિક્ષક હતા. આપઘાત પાછળના કારણની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે મૃતદેહને પોસ્ટમાર્ટમ માટે મોકલી દીધો છે. મૃતકના પરિવારજનોથી પૂછપરછ કરવામાં આવી રહી છે.

અત્યાર સુધી 27 વિદ્યાર્થીઓએ કર્યો આપઘાત

તનવીર એક વર્ષથી કોટામાં રહેતો હતો અને સ્વ-અભ્યાસ કરતો હતો. તેના પિતા અને બહેન પણ તેની સાથે રહેતા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે આપઘાતના સમયે બહેન ઘરમાં હાજર હતી. કોટમાં જાન્યુઆરીથી લઈને અત્યાર સુધી આ વર્ષે 27 વિદ્યાર્થીઓ આપઘાત કરી ચુક્યા છે. ઓગસ્ટ અને સેપ્ટેમ્બર મહિનામાં 9 વિદ્યાર્થીઓએ આપઘાત કર્યો હતો.


બ્રેકિંગ ન્યૂઝ, મહત્વની ખબરો અને રસપ્રદ Video માટે જોઈન કરો ગુજરાત સમાચારની WHATSAPP CHANNEL. જોઈન કર્યા બાદ Bell Icon ખાસ ઓન કરજો, જેથી તમને મહત્વની Notification મળતી રહે.


Google NewsGoogle News