પ.બંગાળ ફરી શર્મશાર! બાળકી પર દુષ્કર્મ કરી હત્યા કરાતા હોબાળો, આરોપીને ભીડે મારી નાખ્યો
Incident Of Misdemeanor In West Bengal: પશ્ચિમ બંગાળના અલીપુરદ્વાર જિલ્લાના ફલાકાટા બ્લોકના ધરનીપુર વિસ્તારમાં છ વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યાની ઘટના બાદ ખળભળાટ મચી ગયો હતો. અહીં ગુસ્સે ભરાયેલા ટોળાએ આરોપી યુવકને ઢોર માર મારી પતાવી દીધો હતો અને તેના ઘરને પણ આગ લગાવી દીધી હતી.
મોટી સંખ્યામાં પોલીસ તહેનાત
પોલીસે આરોપીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોલક્યો છે. પરિસ્થિતિને પહોંચી વળવા માટે આ વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ તહેનાત કરવામાં આવી છે. અહેવાલો અનુસાર, આરોપી તે જ વિસ્તારનો રહેવાસી હતો. બાળકીના મૃતદેહને તળાવમાં ફેંકીને તે પરત ફરી રહ્યો હતો ત્યારે લોકોએ તેને પકડી લીધો હતો. તેના હાથ પર લોહી હતું.
આ પણ વાંચો: લોરેન્સ બિશ્નોઈના ભાઇ સામે મુંબઈ પોલીસની એક્શન, અમેરિકાએ પણ ભારત સરકારને કરી એલર્ટ!
જાણો શું છે મામોલ
બાળકી સવારથી ગુમ હતી, પરિવારના સભ્યો તેની શોધખોળ કરી રહ્યા હતા. આ દરમિયાન આરોપીના હાથ પર લોહી જોઈને લોકોને શંકા ગઈ અને તેને પકડી લીધો હતો. પૂછપરછ બાદ તેણે ગુનો કબૂલ્યું હતો. આ સાંભળીને લોકોએ તેને માર મારવાનું શરૂ કરી દીધું હતું. આ ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તેને કોઈક રીતે બચાવીને હોસ્પિટલ લઈ ગઈ, જ્યાં ડોક્ટરોએ આરોપીને મૃત જાહેર કર્યો. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં તણાવનો માહોલ છે. બાળકીનો મૃતદેહ તળાવમાંથી મળી આવ્યો છે અને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે.