ભાજપમાં અંદરો-અંદર જ રચાયો 'વિપક્ષ', યોગી એકલા મોટા-મોટા નિર્ણયો કરવા લાગ્યા, શું છે વ્યૂહનીતિ
UP Politics: લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને ઓછી બેઠકો મળતા ભાજપમાં અંદરો-અંદર જ 'વિપક્ષ' રચાયો હેય તેવું લાગી રહ્યું છે. સહયોગી પાર્ટી તો તેમના પર પ્રહાર કરી જ રહી હતી હવે પાર્ટીના ધારાસભ્યો પણ અવાજ ઉઠાવી રહ્યા છે. તેમ છતાં રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વિચલિત થયા વિના સતત સરકારના કામકાજમાં વ્યસ્ત છે. હેરાન કરનારી બાબત એ છે કે ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો દ્વારા સતત સરકારની આલોચના કરીને અનુશાસનહીનતા કર્યા છતાં પણ સંગઠનની સખ્તી નજર નથી આવી રહી.
પત્રનું રાજકારણ શરૂ થયું
લોકસભા ચૂંટણી બાદ સૌથી પહેલા સહયોગી અપના દળના અનુપ્રિયા પટેલે અનામતના નામ પર પત્ર લખીને સરકાર પર પ્રહાર કર્યા હતા. સરકારના જવાબે તેની હવા ઉડાડી દીધા બાદ તેમણે મિર્ઝાપુરમાં ટોલ પ્લાઝા અંગે પત્ર લખ્યો હતો. વાત આટલામાં જ ન અટકી શિક્ષકોની હાજરી અંગે વિપક્ષી પાર્ટીઓ તો પ્રહાર કરી જ રહી છે પરંતુ આ હાજરી અંગે ખુદ પાર્ટીના જ કેટલાક નેતાઓએ ધારાસભ્યોને પત્ર લખ્યો હતો. સંજય નિષાદ તો આરોપ લગાવી જ રહ્યા હતા હવે તેમના પુત્ર સરવન નિષાદે ચૌરી-ચૌરા પોલીસને ઘેરી છે.
ગોરખપુર-ફૈઝાબાદ સ્નાતક મતવિસ્તારથી ભાજપના એમએલસીએ શિક્ષકની હાજરી પર પત્ર લખ્યો હતો. બીજી તરફ જૌનપુરથી ભાજપના ધારાસભ્ય રમેશ ચંદ્ર મિશ્ર અને પૂર્વ મંત્રી મોતી સિંહે પોલીસ-વહીવટીતંત્ર પર લોકોને પરેશાન કરવાનો આરોપ લગાવ્યો છે. મહત્વની વાત એ છે કે, ખુદ પૂર્વ મંત્રી મોતી સિંહ પર તેમના વિરોધીઓ પ્રતાપગઢમાં મંત્રી પદ પર હતા તે સમયે પોલીસ-વહીવટીતંત્રનો દુરુપયોગ કર્યો હોવાની ચર્ચા કરે છે. કેંપિયરગંજથી ભાજપના ધારાસભ્ય ફતેહ બહાદુર સિંહે ગોરખપુર પોલીસ-વહીવટીતંત્ર પર પોતાની હત્યાના ષડયંત્રના મામલે ઢીલ મૂકી હોવાનો આરોપ લગાવી દીધો છે. બે જ દિવસ ભાજપમાં સામેલ થયેલા નારદ રાયે બલિયામાં એક કાર્યક્રમમાં પ્રશાસન પર મનમાની કરવાનો આરોપ લગાવ્યો છે.
ભાજપના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે, ધારાસભ્યો જિલ્લામાં પોતાના કામ ન હોવાના કારણે અને કેટલાક અંગત સ્વાર્થ દ્વારા સરકાર પર પ્રહાર કરી રહ્યા છે. તેમણે વિસ્તારમાં જનતાની સમસ્યાઓ અને વિકાસના કાર્યો પર વધુ ધ્યાન આપવું જોઈએ. આ તમામની વચ્ચે આશ્ચર્યની વાત તો એ છે કે, ભાજપ સંગઠને પાર્ટી મંચ પર ખુલ્લેઆમ સરકાર પર પ્રહાર કરીને ફજેતી કરાવનારા કોઈ પણ નેતા પર કોઈ અનુશાસનાત્મક કાર્યવાહી નથી કરી. પાર્ટીમાં પણ આ વલણ પર સવાલ ઉઠી રહ્યા છે.
યોગી વિકાસ કાર્યો અને પૂર નિયંત્રણમાં વ્યસ્ત
સરકાર વિરોધી અજીબો-ગરીબ ઝૂંબેશ વચ્ચે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પોતાના કામકાજમાં વ્યસ્ત છે. તેમણે પૂર નિયંત્રણ માટે લખીમપુર, શ્રીવસ્તી, બલરામપુર અને શાહજહાંપુરની માત્ર મુલાકાત જ ન લીધી પરંતુ ત્યાં કાર્યોની સમીક્ષા પણ કરી. તેઓ વૃક્ષારોપણ અભિયાનને સફળ બનાવવામાં વ્યસ્ત છે.
કાવડ યાત્રાને ધ્યાનમાં રાખી તેમણે બે વખત પોલીસ અધિકારીઓ અને જિલ્લા અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ કરીને બેઠક કરી અને જરૂરી નિર્દેશ આપી દીધા છે. ભ્રષ્ટાચાર મામલે આઈએએસ દેલી શરણ ઉપાધ્યાયને સસ્પેન્ડ કરી દીધા અને ભ્રષ્ટાચાર તથા બેદરકારીમાં સંડોવણી બદલ એસડીએમ શ્રીવસ્તી અરુણને સસ્પેન્ડ કરી દીધા છે. બીજી તરફ પોલીસે ગુનેગારો સામે સખત કાર્યવાહીની ઝૂંબેશ હાથ ધરી છે.