અતુલ સુભાષ કેસની વચ્ચે વધુ એક જજ ચર્ચામાં, પત્નીને કહ્યું- આટલો ખર્ચ હોય તો જાતે કમાઓ
Image: Wikipedia
Judge Lalitha Kanneganti: એન્જિનિયર અતુલ સુભાષના પત્ની નિકિતા સિંઘાનિયા સહિત ઘણા સંબંધીઓની તપાસ ચાલુ છે. અતુલે એક કલાકથી વધુનો વીડિયો અને લગભગ 24 પાનાની સુસાઈડ નોટ લખીને દુનિયાને અલવિદા કહી દીધું હતું. ખાસ વાત એ છે કે તેમણે નોટમાં ઉત્તર પ્રદેશના જોનપુર ફેમિલી કોર્ટ જજ રીતા કૌશિકનો પણ ઉલ્લેખ કર્યો હતો અને આરોપ લગાવ્યા હતા. હવે આ સમગ્ર મામલે કર્ણાટક હાઈકોર્ટના જજ લલિતા કન્નેગાન્તીનું નામ પણ ચર્ચામાં છે. તેનું કારણ તેમની એક ટિપ્પણી છે.
કોણ છે જસ્ટિસ લલિતા કન્નેગાન્તી
જસ્ટિસ કન્નેગાન્તીનો જન્મ 5 મે 1971માં ગુંટૂર જિલ્લામાં થયો હતો. 28 ડિસેમ્બર 1994માં તેમણે પોતાની કાયદાકીય ઈનિંગની શરૂઆત કરી હતી. જે બાદ 2 મે 2020એ તે પહેલી વખત આંધ્ર પ્રદેશ હાઈકોર્ટના જજ બન્યા. બાદમાં તેમણે 15 નવેમ્બર 2021એ તેલંગાણા હાઈકોર્ટમાં બદલી કરાવી. તે બાદ તે 28 જુલાઈ 2023માં કર્ણાટક હાઈકોર્ટ પહોંચ્યા હતા.
આ પણ વાંચો: 'હું અયોધ્યા અંગેના ચુકાદાનો બચાવ કરવા નથી માગતો..', જસ્ટિસ નરીમનને પૂર્વ CJIનો જવાબ
કર્ણાટક હાઈકોર્ટનો કેસ
20 ઓગસ્ટ 2024માં કર્ણાટક હાઈકોર્ટમાં એક અરજી પર સુનાવણી થઈ રહી હતી જેના દ્વારા પતિથી અલગ રહી રહેલી એક મહિલાએ 6 લાખ 16 હજાર રૂપિયાની રકમ વચગાળાના ગુજરાત તરીકે માગી હતી. હવે આની પર સુનાવણી કરી રહેલા જસ્ટિસ કન્નેગાનન્તીએ મહિલાના વકીલને સ્પષ્ટ કહી દીધું હતું, 'શું કોઈ આટલો ખર્ચ કરે છે, તે પણ એક મહિલા પોતાની પર. જો તે ખર્ચ કરવા ઈચ્છે છે તો તેણે કમાવવું જોઈએ પતિએ નહીં.'
રિપોર્ટ અનુસાર અરજીકર્તાનું કહેવું હતું કે મારે બંગડી, ચેઈન, સેન્ડલ, ઘડિયાળ વગેરે જરૂરિયાતોને પૂરી કરવા માટે રૂપિયાની જરૂર છે. મારો પૂર્વ પતિ મોંઘા અને બ્રાન્ડેડ કપડા પહેરતો હતો તો તે પણ આવા જ કપડાની હકદાર છે કેમ કે તેની પાસે જૂના કપડા છે. એ પણ ફરિયાદ કરવામાં આવી હતી કે પતિની બેદરકારીના કારણે ઘૂંટણમાં દુખાવો, તાવ વગેરેની સારવારની જરૂર છે.
અતુલ સુભાષે ફેમિલી કોર્ટ જજ પર લગાવ્યા હતા આરોપ
અતુલે લાંબા સુસાઈડનોટમાં ફેમિલી કોર્ટના પ્રિન્સિપાલ જજ રીતા કૌશિક પર લાંચ માગવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે નોટમાં દાવો કર્યો હતો કે જજે મામલાને સેટલ કરાવવા માટે 5 લાખ રૂપિયા માગ્યા હતા.