mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

પૂણેમાં ફરી રોડ રેજની ઘટના, ધારાસભ્યના ભત્રીજાની ધરપકડ, બાઇકને અડફેટે લેતાં ચાલકનું મોત

Updated: Jun 23rd, 2024

Maharashtra Road Accident


Maharashtra Road Accident: મહારાષ્ટ્રના પૂણેમાં ફરી રોડ રેજની ઘટના સામે આવી છે. જેમાં ધારાસભ્યના ભત્રીજાની કારે શનિવારે (22મી જૂન) પૂણે-નાસિક નેશનલ હાઈવે પર એક બાઇકને ટક્કર મારી હતી. આ ઘટનામાં 19 વર્ષીય ઓમ ભાલેરાવનું મૃત્યુ નીપજ્યું હતું. જો કે, પોલીસે આરોપી મયુર મોહિતેની ધરપકડ કરી છે. મયુર પૂણેના ખેડ અલંદી વિધાનસભા વિસ્તારના (NCP અજિત પવાર જૂથ) ધારાસભ્ય દિલીપ મોહિતે પાટીલનો ભત્રીજો છે.

પોલીસે તપાસ હાથ ધરી

પોલીસ અધિકારીના જણાવ્યાનુસાર, રોંગ સાઈડમાં આવતી મયુર મોહિતેની કારે બાઇક ચાલકને ટક્કર મારી હતી. આ મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ધારાસભ્ય દિલીપ મોહિતે પાટીલે કહ્યું હતું કે, 'મારો ભત્રીજો સ્થળ પરથી ભાગ્યો ન હતો અને તે નશામાં પણ ન હતો.' આ ઘટનાએ ફરી એકવાર બેફામ ડ્રાઇવિંગના કારણોને ચર્ચામાં લાવી દીધા છે. 

આગાઉ પૂણેમાં પોર્શ કારે બાઇકને ટક્કર મારી હતી

ઉલ્લેખનીય છે કે, પૂણેના કલ્યાણી નગરમાં 19મી મેના રોજ 'પોર્શ' કારના 17 વર્ષના ડ્રાઈવરે મોટર સાઈકલ સવાર બે સોફ્ટવેર એન્જિનિયરોને ટક્કર મારી દીધી હતી. આ અકસ્માતમાં બે સોફ્ટવેર એન્જિનિયરોના મૃત્યુ નીપજ્યા હતા. પોલીસે દાવો કર્યો છે કે, આરોપી નશાની હાલતમાં કાર ચલાવી રહ્યો હતો. આ કેસમાં 17 વર્ષીય આરોપીને એક સુધાર ગૃહમાં મોકલી દેવામાં આવ્યો છે. જ્યારે તેમના પિતા અને રિયલ એસ્ટેટ બિઝનેસમેન વિશાલ અગ્રવાલ અને દાદા સુરેન્દ્ર અગ્રવાલ પર કથિત રીતે ફેમિલીના ડ્રાઈવરનું અપહરણ કરવા અને તેના પર અકસ્માતની જવાબદારી લેવા માટે દબાણ કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. 

પૂણેમાં ફરી રોડ રેજની ઘટના, ધારાસભ્યના ભત્રીજાની ધરપકડ, બાઇકને અડફેટે લેતાં ચાલકનું મોત 2 - image

Gujarat