Get The App

ડૉક્ટર પર ક્રૂરતાનો વધુ એક કેસ, ચપ્પા વડે માર્યા 7 ઘા, કેન્સર પીડિતાના દીકરાએ કર્યો હુમલો

Updated: Nov 13th, 2024


Google NewsGoogle News
ડૉક્ટર પર ક્રૂરતાનો વધુ એક કેસ, ચપ્પા વડે માર્યા 7 ઘા, કેન્સર પીડિતાના દીકરાએ કર્યો હુમલો 1 - image


Image: Facebook

Attack on Doctor in Chennai: ડોક્ટરો પર થઈ રહેલા હિંસક હુમલાની વચ્ચે હવે ચેન્નઈના સરકારી હોસ્પિટલમાં એક વ્યક્તિએ ડોક્ટર પર ચાકુથી હુમલો કરી દીધો. હોસ્પિટલમાં દાખલ એક કેન્સર પીડિતાના પુત્રએ ડોક્ટર પર ધારદાર ચાકુથી હુમલો કરી દીધો. હુમલામાં ડોક્ટર બાલાજીને ચાકુના સાત ઘા વાગ્યા અને તેઓ ગંભીરરીતે ઈજાગ્રસ્ત થઈ ગયા છે. તેમની સારવાર ચાલુ છે. અધિકારીઓએ જણાવ્યું કે 'ચેન્નઈના રહેવાસી આરોપી વિગ્નેશની ધરપકડ કરી દેવાઈ છે. ઘટના કલૈગનાર સેંટેનરી હોસ્પિટલના કેન્સર વોર્ડમાં થઈ જ્યાં ડો. બાલાજી કામ કરી રહ્યા હતા. ત્યારે વિગ્નેશે તેમની પર ચાકુથી હુમલો કરી દીધો. હુમલા બાદ વિગ્નેશે ભાગવાનો પ્રયત્ન કર્યો પરંતુ ઘટના સ્થળ પર હાજર લોકોએ તેને પકડી લીધો અને પોલીસને સોંપી દીધો.

ઘટના પર નિરાશા વ્યક્ત કરતાં તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને કહ્યું કે 'મે ઈજાગ્રસ્ત ડોક્ટરને જરૂરી સારવાર આપવાનો આદેશ આપ્યો છે. ઘટનાની વિસ્તૃત તપાસ કરવાના આદેશ આપ્યા છે. આ ભયાવહ છે. ગિંડી કલૈગાર સેંટેનરી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કાર્યરત ડો.બાલાજીને એક દર્દીના પરિવારના સભ્યએ ચાકુ મારી દીધું. આ ઘટનામાં સામેલ વ્યક્તિની ધરપકડ કરી લેવાઈ છે. મે આદેશ આપ્યો છે કે ડો.બાલાજીને તમામ જરૂરી સારવાર પૂરી પાડવામાં આવે અને મામલાની વિસ્તૃત તપાસ કરવામાં આવે. સરકારી હોસ્પિટલોમાં દર્દીઓને યોગ્ય સારવાર પૂરી પાડવામાં અમારા સરકારી ડોક્ટરોનું નિસ્વાર્થ કાર્ય અતુલનીય છે. તેમની સુરક્ષાની ફરજ અમારી છે. 

આ પણ વાંચો: આ દેવતાએ કરી હતી સૌથી પહેલાં ગિરનારની લીલી પરિક્રમા? જાણો શું છે 4 પડાવોનું ધાર્મિક મહત્ત્વ

સરકાર ભવિષ્યમાં આવી ઘટનાઓને રોકવા માટે તમામ પગલાં લેશે

રાજ્યના આરોગ્ય મંત્રી સુબ્રમણ્યમે પણ મામલામાં ઝડપથી કાર્યવાહીનું વચન આપ્યું છે. મંત્રીએ કહ્યું, 'બે લોકોની ધરપકડ કરી છે અને પોલીસ આમાં સામેલ અન્ય લોકોની ધરપકડ કરવા માટે તાત્કાલિક પગલાં ઉઠાવશે.' આ ઘટના એવા સમયે થઈ છે જ્યારે સમગ્ર દેશમાં ડોક્ટરોની હોસ્પિટલોમાં આકરી સુરક્ષા અને ડોક્ટરો પર થઈ રહેલા હુમલાથી ઉકેલ મેળવવા માટે આકરા કાયદાની માગ થઈ રહી છે. કોલકાતાના આર જી કર હોસ્પિટલમાં તાલીમાર્થી ડોક્ટરની સાથે રેપ અને હત્યા બાદ આ માગ વધી છે. 


Google NewsGoogle News