બિહારમાં વધુ એક બ્રિજે લીધી 'જળસમાધિ'! 1710 કરોડના ખર્ચે નિર્માણાધીન બ્રિજનો પિલ્લર ધરાશાયી

Updated: Aug 17th, 2024


Google NewsGoogle News
Aguwani-Sultanganj Ganga bridge, collapse
Image : IANS (File pic)

Bihar Bridge Collapse: બિહારમાં બ્રિજ ધરાશાયી થવાની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. તાજેતરનો મામલો અગુવાની સુલતાનગંજ ફોરલેન બ્રિજનો છે. જ્યાં બ્રિજના 9 નંબરના પિલ્લરનો સ્ટ્રક્ચર ફરી એકવાર ધ્વસ્ત થઈ ગયો. ઘટનાસ્થળે હાજર લોકોએ કહ્યું કે આ ઘટના શનિવારે સવારે બની હતી. 

જોરદાર ધડાકા જેવો અવાજ આવ્યો 

ઘટનાસ્થળે હાજર લોકોએ દાવો કર્યો હતો કે ગંગા નદીમાં આવેલા પૂર અને તેજ વહેણને લીધે 9 નંબરના પિલ્લર પર તૈયાર સુપર સ્ટ્રક્ચરનો અમુક ભાગ બચી ગયો હતો જે અચાનક ધસીને પાણીમાં સમાઈ ગયો. જેવો જ આ સ્ટ્રક્ચર ધરાશાયી થઇ પાણીમાં પડ્યો કે તરત જ એવો ધડાકા જેવો અવાજ આવ્યો કે આજુબાજુના રહેવાશીઓ ગભરાઈ ગયા હતા.

આ પણ  વાંચો : ઝારખંડમાં મોટી કરુણાંતિકા, જળાશયમાં ન્હાવા પડતાં 6 બાળકોનાં ડૂબી જતાં મોત, રોષે ભરાયા લોકો

ત્રીજી વખત સ્ટ્રક્ચર ધરાશાયી 

તમને જાણીને એ પણ નવાઈ થશે કે અગવાની સુલ્તાનગંજ ફોરલેન બ્રિજનો કોઈ હિસ્સો ધરાશાયી થયો હોય તેવી આ ત્રીજી ઘટના છે. અગાઉ 20 એપ્રિલ 2022ના રોજ રાત્રે પવનને લીધે પણ 5 નંબરનો પિલ્લર ધરાશાયી થઈ ગયો હતો. તેના પછી 4 મે 2023ના રોજ અગવાની તરફના પિલ્લર નંબર 9,10, 11, 12 ના સુપર સ્ટ્રક્ચરે જળસમાધિ લઈ લીધી હતી.

બિહારમાં વધુ એક બ્રિજે લીધી 'જળસમાધિ'! 1710 કરોડના ખર્ચે નિર્માણાધીન બ્રિજનો પિલ્લર ધરાશાયી 2 - image


Google NewsGoogle News