Get The App

VIDEO | એ...એ...ગયો, બિહારમાં વધુ એક બ્રિજ ધરાશાયી, નીતિશના ડ્રીમ પ્રોજેક્ટ પર પાણી ફર્યું

Updated: Sep 23rd, 2024


Google NewsGoogle News
VIDEO | એ...એ...ગયો, બિહારમાં વધુ એક બ્રિજ ધરાશાયી, નીતિશના ડ્રીમ પ્રોજેક્ટ પર પાણી ફર્યું 1 - image


Bridge Collapsed in Bihar: બિહારમાં ભારે વરસાદ ચાલુ છે. ચોમાસાની એન્ટ્રી બાદથી બિહારમાં એક બાદ એક પુલ ધરાશાયી થવાના સમાચાર સામે આવી રહ્યા હતા. થોડા દિવસ પહેલા આ મુદ્દો બિહારના રાજકારણમાં ખૂબ ચર્ચામાં હતો. પુલ ધરાશાયી થવાનો મામલો હજુ ઠંડો પણ પડ્યો નથી કે સમસ્તીપુરમાં ફરી એક પુલ પડી ગયો છે. આ દુર્ઘટનાથી સમગ્ર વિસ્તારમાં હોબાળો મચી ગયો. ત્યાં હાજર લોકોમાં ભાગદોડ શરુ થઈ ગઈ. આ ઘટના નંદની લગુનિયા રેલવે સ્ટેશન પાસે થઈ છે.

ગત રાત્રે થઈ દુર્ઘટના

સમસ્તીપુરના નંદની રેલવે સ્ટેશન નજીક બખ્તિયારપુર-તાજપુર ગંગા મહાસેતુનું કામ ચાલી રહ્યુ હતું. રવિવારે મોડી સાંજે 2 પિલરની વચ્ચે સ્પેન રાખવામાં આવી રહ્યો હતો ત્યારે અચાનકથી સ્પેન નીચે પડી ગયો. આ દુર્ઘટના બાદ ત્યાં હાજર લોકોમાં અફરા-તફરી મચી ગઈ. જો કે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થવાના સમાચાર નથી.

દુર્ઘટનાના પુરાવાનો નાશ કરવાનો પ્રયત્ન નિષ્ફળ

દુર્ઘટના બાદ ઘટના સ્થળે જેસીબી બોલાવવામાં આવ્યું. જેસીબીએ રાત્રે પુલના કાટમાળને માટીમાં દબાવી દીધું. તંત્ર આ સમાચારને છુપાવવાનો પ્રયત્ન કરી રહ્યુ હતું. પરંતુ આ પ્રયત્ન નિષ્ફળ સાબિત થયો. સ્થાનિક ક્વલોકોના જણાવ્યા અનુસાર બેદરકારી સંતાડવા માટે તંત્રએ આ પગલું ઉઠાવ્યું હતું. જો કે સ્પેન પડવાથી નીતિશ કુમારના ડ્રીમ પ્રોજેક્ટ પર પણ સવાલ ઉઠવા લાગ્યા છે.

નીતિશ કુમારનો ડ્રીમ પ્રોજેક્ટ

બખ્તિયારપુર-તાજપુર ગંગા મહાસેતુનું કાર્ય ઘણા વર્ષોથી ચાલી રહ્યું છે. 2011માં આ પુલનો પાયો નાખવામાં આવ્યો હતો. 1603 કરોડના ખર્ચે બનનાર આ પુલનું કાર્ય 2016માં જ પૂરું થવાનું હતું પરંતુ 1000 કરોડથી વધુ ખર્ચ થવા છતાં પુલનું 60 ટકા કામ જ થઈ શક્યું છે. બખ્તિયારપુર-તાજપુર ગંગા મહાસેતુને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના ડ્રીમ પ્રોજેક્ટ્સમાં ગણવામાં આવે છે. જો કે પુલ બન્યા પહેલા જ ધરાશાયી થઈ ગયો છે.


Google NewsGoogle News