'મૃગનૈની' પહોંચી મહાકુંભમાં: મેનકા જેવું સૌંદર્ય ધરાવતી માળા વેચતી યુવતીથી સૌ કોઈ મોહિત
Mahakumbh Mela 2025: IIT બાબા અભય સિંહના તપ અને સુંદરતાના કારણે વાયરલ થયેલી સાધ્વી હર્ષા રિછારિયાને લઈને ચર્ચાઓ ચાલુ છે. હવે મહાકુંભ 2025થી આવી જ વધુ એક મહિલાની સુંદરતાની સોશિયલ મીડિયા યુઝર્સ પ્રશંસા કરી રહ્યાં છે. જોકે, તે કોઈ સાધ્વી નથી પરંતુ ફૂલ વેચનારી છે જે મહાકુંભમાં પહોંચી છે.
ફૂલ વેચે છે
મેળા દરમિયાન જ એક ઇન્સ્ટાગ્રામ યુઝરે ફૂલ વેચનારી આ મહિલા સાથે વાત કરી હતી. તેણે જણાવ્યું કે 'હું સોશિયલ મીડિયા પર પણ છું અને ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરું છું.' જેની પર લોકો કહે છે, 'હવે તો તું ફેમસ થઈ જઈશ.'
એમપીના ઇન્દોરની રહેવાસી છે
વાતચીત દરમિયાન યુવતી જણાવે છે કે 'હું મધ્યપ્રદેશના ઇન્દોરની રહેવાસી છું. હું માળા વેચું છું.' જોકે, તેણે આ દરમિયાન પોતાનું નામ જણાવ્યું નહીં અને વાતચીત દરમિયાન અધવચ્ચે જ જતી રહી.
મોનાલિસા સાથે તુલના
ફૂલ માળા વેચનારી યુવતીની તુલના મોનાલિસા સાથે કરવામાં આવી રહી છે. મહાકુંભમાં પહોંચેલા લોકો તેની સાથે સેલ્ફી લેવા માટે પડાપડી કરતાં નજર આવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર પણ કહી રહ્યા છે કે તે 'ખૂબ સુંદર લાગી રહી છે.'
હર્ષા રિછારિયા થઈ હતી વાયરલ
ફૂલ વેચનારી આ યુવતીની પહેલા હર્ષા રિછારિયાની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. તેમને સુંદર સાધ્વી કહેવામાં આવી રહ્યા હતા. જોકે, બાદમાં આપેલા ઇન્ટરવ્યૂમાં તેમણે પોતે જ સ્પષ્ટ કર્યું હતું કે 'હું સાધ્વી નથી અને મે સંન્યાસ લીધો નથી. હું ઉત્તરાખંડની છું અને લગભગ 2 વર્ષથી આધ્યાત્મ સાથે જોડાયેલી છું.'
સોશિયલ મીડિયા પર રહે છે એક્ટિવ
હર્ષા રિછારિયાએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું, 'આ નવી ઓળખને મેળવવા માટે મે બધું જ છોડી દીધું હતું.' તે પોતાને આચાર્ય મહામંડલેશ્વરની શિષ્યા ગણાવે છે. જોકે, તે સોશિયલ મીડિયા અને અન્ય સામાજિક કાર્યક્રમોમાં પણ ખૂબ સક્રિય રહે છે.