Get The App

ચાર દિવસ બાદ લાપતા રિસેપ્શનિસ્ટની મળી લાશ,BJP નેતાના પુત્રની ધરપકડ

Updated: Sep 23rd, 2022


Google NewsGoogle News
ચાર દિવસ બાદ લાપતા રિસેપ્શનિસ્ટની મળી લાશ,BJP નેતાના પુત્રની ધરપકડ 1 - image


નવી દિલ્હી,તા. 23 સપ્ટેમ્બર 2022, શુક્રવાર 

ઉત્તરાખંડની 19 વર્ષની અંકિતા ભંડારીની 18-19 સપ્ટેમ્બર સુધી ગુમ થઇ ગઇ હતી. તે પૌડી ગઢવાલ જિલ્લાના યમકેશ્વર વિધાનસભા વિસ્તારના એક ખાનગી રિસોર્ટમાં રિસેપ્શનિસ્ટ તરીકે જોબ કરતી હતી. આ કેસમાં અંકિતા ભંડારીની પ્રાઇવેટ રિસોર્ટમાં હત્યા કરી દેવામાં આવી. 

સોશિયલ મીડિયા પર ગુમ થયેલ અંકિતાના નામે ઝુંબેશ પણ ચાલતી હતી. જો કે હજુ સુધી બાળકીનો મૃતદેહ મળ્યો નથી. પોલીસ અને SDRFની ટીમો જિલ્લા પાવર હાઉસ પાસે શક્તિ કેનાલમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે.

ત્રણ લોકોની ધરપકડ

પોલીસે આ કેસમાં બીજેપી નેતાના પુત્ર પુલકિત આર્ય સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે. અંકિતા જ્યાં કામ કરતી હતી તે રિસોર્ટનો ઓપરેટર પુલકિત આર્ય હતો. યુવતી ગુમ થયા બાદથી રિસોર્ટના સંચાલક અને મેનેજર ફરાર થઇ ગયા હતા.

આ ત્રણેય આરોપીઓને પોલીસ પકડીને લઇ જઇ રહી હતી, ત્યારે પબ્લિકે આરોપીઓ પર પોતાનો ગુસ્સો ઠાલ્વ્યો  હતો. પોલીસની ગાડી રોકીને લોકોની ભીડ એકઠી થઇ ગઇ હતી. તેમજ  અંકીતાને ન્યાય આપવાની માંગ કરી હતી.

ત્રણેય આરોપીઓની ધરપકડઃ ડી.જી.પી

રાજ્યના ડીજીપી અશોક કુમારે કહ્યું, "આ ખૂબ જ દુ:ખદ ઘટના છે. લક્ષ્મણ ઝુલા પોલીસ સ્ટેશન વિસ્તારની નજીક એક ખાનગી રિસોર્ટ છે. શ્રીકોટ ગામની એક છોકરી તેમાં કામ કરતી હતી. તે 5 દિવસથી ગુમ હતી. રેવન્યુ પોલીસમાં ગુમ થવાની ફરિયાદ નોંધવામાં આવી હતી, જે પાછલા દિવસે જ નિયમિત પોલીસમાં ટ્રાન્સફર કરવામાં આવી છે. 24 કલાકમાં મુખ્ય આરોપી પુલકિત આર્ય સહિત ત્રણ આરોપીઓની લક્ષ્મણ ઝુલા પોલીસે ધરપકડ કરી લીધી છે. આ કેસમાં આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. 

કોંગ્રેસે ભાજપને ઘેર્યો હતો

આ મામલામાં ઉત્તરાખંડ કોંગ્રેસના પ્રવક્તા ગરિમા દાસૌનીએ કહ્યું કે, અકિતા ભંડારી ગુમ થયાના બાદ આ કેસ ચોથા દિવસે એટલે કે, 21મી સપ્ટેમ્બરે નોંધાયો છે. હવે જાણવા મળ્યું છે કે અંકિતા ભંડારીનો મૃતદેહ મળી આવ્યો છે. આ કેસમાં મુખ્ય આરોપી રિસોર્ટના માલિક પુલકિત આર્યના પિતા વિનોદ આર્ય ઉત્તરાખંડ સરકારમાં રાજ્યમંત્રી રહી ચૂક્યા છે.


Google NewsGoogle News