Get The App

તિરુપતિ પ્રસાદના ઘીમાં પ્રાણી ચરબીનો વિવાદ અદાલત પહોંચ્યો, આસ્થા સાથે ચેડાનો મામલો

વિતેલી સરકારની છબી ધૂમિલ કરવાનો જગન મોહને મુકયો આરોપ

૨૫ સપ્ટેમ્બર જાહેર હિતની અરજીમાં દલીલ સાંભળવામાં આવશે

Updated: Sep 20th, 2024


Google NewsGoogle News


તિરુપતિ પ્રસાદના ઘીમાં પ્રાણી ચરબીનો  વિવાદ અદાલત પહોંચ્યો,  આસ્થા સાથે ચેડાનો મામલો 1 - image

અમરાવતી,૨૦ સપ્ટેમ્બર,૨૦૨૪,શુક્રવાર 

તિરુપતિ બાલાજી મંદિરમાં પ્રસાદને લઇને થયેલો વિવાદ આંધ્રપ્રદેશ હાઇકોર્ટમાં પહોંચ્યો છે. પૂર્વ મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીએ પોતાની રાજકિય પાર્ટી વાયએસઆર કોંગ્રેસ તરફથી અરજી કરી છે. આંધ્રપ્રદેશના વર્તમાન મુખ્યમંત્રી ચંદ્વબાબુ નાયડુ દ્વારા  પ્રસાદમાં ચરબીનું ઘી અને માછલીનું તેલ મિલાવવામાં આવતું હોવાનો આરોપ પોતાની વિતેલી સરકારની છબી ધૂમિલ કરવાના ઇરાદા કરવામાં આવ્યો હોવાનું જણાવાયું છે.

સમગ્ર ઘટનાની તપાસ માટે વર્તમાન ન્યાયાધિશ કે હાઇકોર્ટ દ્વારા નિયુકત એક સમિતિની રચના કરવાની માંગ કરવામાં આવી છે. આ બેંચે એક સૂચન કર્યુ છે કે ૨૫ સપ્ટેમ્બર ૨૦૨૪ સુધીમાં જાહેર હિતની એક અરજી કરવામાં આવે એ દિવસે દલીલો સાંભળવામાં આવશે. આ લોકોની આસ્થા સાથે જોડાયેલો ગંભીર આરોપ હોવાથી રાજકીય વાતાવરણ ગરમાયું છે. સત્તાધારી ટીડીપી પાર્ટીએ પોતાના દાવા માટે ગુજરાતમાં આવેલી પશુધન પ્રયોગશાળા દ્વારા કરવામાં આવેલા રિપોર્ટને ટાંક્યો છે જેમાં ઘીના નમૂનામાં પશુની ચરબી અને માછલીના તેલની મિલાવટ હોવાનું જણાવાયું હતું.

આ અંગેનો રિપોર્ટ સોશિયલ મીડિયામાં પણ ફરતો થયો હતો. નમૂનો લેવાની તારીખ ૯ જુલાઇ ૨૦૨૪ દર્શાવાઇ છે જયારે પ્રયોગશાળામાં રિપોર્ટ ૧૬ જુલાઇએ આપવામાં આવ્યો હતો. વાયએસઆરપીએ નાયડુ અને તેમની પાર્ટીએ લગાવેલા આરોપો ફગાવી દઇને ફેકટ્સ ને ટ્વીસ્ટ કરવાનો પ્રતિ આરોપ મુકયો હતો. આ બાબતે જગન મોહને દેશના વડાપ્રધાન અને મુખ્ય ન્યાયાધિશને પત્ર લખીને જાણ કરશે. ચંદ્રબાબુ પર રાજકીય લાભ માટે ભગવાનનો ઉપયોગ કરવાનો આરોપ મુકયો હતો.



Google NewsGoogle News