'આગામી મુલાકાત CM હાઉસમાં થશે...', કદાવર નેતાએ મતદાન વચ્ચે ભાજપનું ટેન્શન વધાર્યું
Haryana Vidhan Sabha Elections: આજે હરિયાણામાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. તમામ 90 વિધાનસભા બેઠકો માટે એક જ તબક્કામાં મતદાન થઈ રહ્યું છે. જેમાં 2 કરોડથી વધુ મતદારો મતદાનમાં ભાગ લઈ રહ્યા છે. એવામાં ભાજપના કદાવર નેતા અનિલ વિજે મોટું નિવેદન આપ્યું છે.
પૂર્વ ગૃહમંત્રી અનિલ વિજે આપ્યું મોટું નિવેદન
સવારે 9 વાગ્યા સુધી તમામ 90 બેઠકો પર 9.53% મતદાન નોંધાયું છે. એવામાં અંબાલા કેન્ટના બીજેપી ઉમેદવાર અને હરિયાણાના પૂર્વ ગૃહમંત્રી અનિલ વિજે મોટું નિવેદન આપતા કહ્યું કે, 'આ વખતે પણ ભાજપની સરકાર બનશે. પાર્ટી ઈચ્છે તે વ્યક્તિ મુખ્યમંત્રી બનશે અને જો પાર્ટી ઈચ્છશે કે હું મુખ્યમંત્રી બનું તો તમારી સાથે આગામી મુલાકાત મુખ્યમંત્રી નિવાસ પર થશે.'
આ પણ વાંચો: 'હથિયાર છોડીને હવે ગાંધીવાદી વિચારધારા પર ચાલુ છું..' કોર્ટ સમક્ષ યાસીન મલિકનો મોટો દાવો
હરિયાણામાં તમામ 90 બેઠકો પર આજે મતદાન
હરિયાણામાં આ વખતની વિધાનસભા ચૂંટણી માટે 20,629 મતદાન મથકો બનાવવામાં આવ્યા છે. તેમજ કોંગ્રેસ પાર્ટીએ આ વખતે કુસ્તીબાજ વિનેશ ફોગાટને જુલાનાથી પોતાનો ઉમેદવાર બનાવી છે. નોંધનીય છે કે 03 ઓક્ટોબરે એટલે કે મતદાન પહેલા ભાજપના વરિષ્ઠ નેતા અશોક તંવર કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા. આ વખતે રાજ્યમાં હરીફાઈ રસપ્રદ છે. જેમાં શાસક પક્ષ ભાજપ હરિયાણામાં ત્રીજી વખત સરકાર બનાવવા માટે ચૂંટણી લડશે, જ્યારે કોંગ્રેસ લાંબા સમય પછી રાજ્યમાં સત્તામાં પાછા ફરવાની આશા સેવી રહી છે.