CM પદ માટે દાવો ઠોકનારા ભાજપના કદાવર નેતા સાથે થઈ ગયો ખેલ! જૂનું મંત્રાલય પણ ગુમાવ્યું
Haryana Politics: હરિયાણામાં નવી સરકારની રચના બાદ મંત્રીઓના વિભાગોની વહેંચણી કરવામાં આવી છે. પરંતુ વિભાગોની વહેંચણીમાં મુખ્યમંત્રી પદ માટે દાવેદારી ઠોકનારા ભાજપના કદાવર નેતા અનિલ વિજનો ખેલ પાડી દેવાયો હોય તેવો આભાસ થાય છે. તેમણે પોતાનું જૂનું મંત્રાલય પણ ગુમાવી દીધું છે.
કઈ જવાબદારી છીનવાઈ!
સૈનીની નવી સરકારમાં વિજને ત્રણ વિભાગોની જવાબદારી મળી છે, જેમાં ગૃહ મંત્રાલયની જવાબદારી તેમનાથી છીનવી લેવામાં આવી છે. હવે સીએમ સૈનીએ ગૃહ મંત્રાલય પોતાની પાસે રાખ્યું છે. અનિલ વિજને ટ્રાન્સપોર્ટ, લેબર અને એનર્જી મંત્રાલયની કમાન સોંપવામાં આવી છે.
આ પણ વાંચો: 'ક્રાઈમ પેટ્રોલ'ની અભિનેત્રીનું કારસ્તાન, પ્રેમીના પરિવારે નકારતાં 3 વર્ષના બાળકનું અપહરણ કર્યું
વિજ ગુસ્સે થઈ ગયા હતા!
વિજ પૂર્વ સીએમ મનોહર લાલ ખટ્ટરની સરકારમાં ગૃહમંત્રી હતા, પરંતુ જ્યારે ખટ્ટરે સીએમ પદ પરથી રાજીનામું આપ્યું ત્યારે નાયબ સિંહ સૈનીને હરિયાણાની કમાન સોંપવામાં આવી હતી. આ વાતથી વિજ ગુસ્સે થઈ ગયા. તેમની ઈચ્છા હતી કે તેમને વરિષ્ઠતાના આધારે સીએમ પદની જવાબદારી મળવી જોઈએ. પરંતુ ભાજપ હાઈકમાન્ડે આવું કર્યું ન હતું.
અનિલ વિજ સાથે દાવ થયો!
ત્યારપછી વિજ ધારાસભ્ય દળની બેઠકમાં પણ જોડાયા નહોતા અને ગૃહ મંત્રાલય પણ છોડી દીધું હતું અને સૈની કેબિનેટમાં સામેલ ન થયા. ત્યારથી વિજ સતત ગુસ્સે દેખાય છે. તેમની ઈચ્છા હંમેશા સીએમ બનવાની હતી. તેમણે સમયાંતરે આનો ઉલ્લેખ ઘણી વખત કર્યો હતો. તાજેતરમાં ચૂંટણી પહેલા તેમણે મુખ્યમંત્રી પદ માટે દાવો પણ કર્યો હતો. જ્યારે તેમને સીએમ પદ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે હું પાર્ટીમાં સૌથી સિનિયર છું, જો હાઈકમાન્ડ ઈચ્છશે તો આગામી બેઠક સીએમ આવાસ પર જ થશે. જોકે, એવું કંઈ થયું નથી.