ભાજપમાં અંદરોઅંદર ડખા: દિગ્ગજ નેતાએ કહ્યું- CM ઈચ્છે તો મારું રાજીનામું લઈ લે
Aanil Vij Attacked Nayab Saini Government: હરિયાણાના ઉર્જા અને પરિવહન મંત્રી અનિલ વિજે પોતાની સરકારથી ખૂબ જ નારાજ છે. છેલ્લા કેટલાક સમયથી વિજ તેમની જ સરકાર સામે નારાજગી દર્શાવી રહ્યા છે. ગત રવિવારે રોહતક પહોંચેલા વિજે ફરીથી બળવાખોર વલણ અપનાવ્યું હતું. નોકરશાહીના વર્ચસ્વથી ગુસ્સે ભરાયેલા અનિલ વિજે આજે ફરી એકવાર મુખ્યમંત્રી નાયબ સૈની પર નિશાન સાધ્યું હતું. વિજે કહ્યું કે, 'જો મુખ્યમંત્રી ઈચ્છે તો મારું મંત્રી પદ છીનવી શકે છે, પરંતુ તેઓ મારી વરિષ્ઠતા અને ધારાસભ્ય પદ નહીં છીનવી શકે.
તેમણે કહ્યું, 'હું સાત વખત ધારાસભ્ય રહ્યો છું. અંબાલા કેન્ટના લોકોએ મને મત આપીને ધારાસભ્ય બનાવ્યો છે. જો કોઈ મંત્રી પદ છીનવી લેવા માંગતું હોય, તો તે કરી શકે છે. મંત્રી બન્યા પછી મેં હવેલી નથી લીધી. માત્ર એક જ ગાડી છે. હવે કાર્યકર્તાઓએ કહ્યું કે, જો ગાડી છીનવાઈ જશે, તો તેઓ પોતાના પૈસાથી ખરીદીને તેમને આપશે.'
મારે મુખ્યમંત્રી નથી બનવું, હું ઇચ્છું છું કે સરકાર યોગ્ય રીતે કામ કરે'
વિજે કહ્યું કે, 'હું ક્યારેય મુખ્યમંત્રી બનવા માંગતો ન હતો, મેં ક્યારેય માંગ પણ નથી કરી અને કોઈને કહીશ. હું ઈચ્છું છું કે, હરિયાણાની ભાજપ સરકાર યોગ્ય રીતે કામ કરે. મુખ્યમંત્રીએ ધારાસભ્યો, મંત્રીઓ અને જનતાની વાત સાંભળવી જોઈએ. માત્ર 10 દિવસ પહેલા કેબિનેટ મંત્રી શ્યામ સિંહ રાણાએ મને ફોન કરીને કહ્યું હતું કે યમુના નગરના અધિકારીઓ સાંભળતા નથી, કૃપા કરીને એકવાર ફોન કરો. હવે જ્યારે તેમના કેસો સાંભળે છે તો સારી વાત છે.
'100 દિવસ પછી ડીસીને હટાવાનો કોઈ અર્થ નથી'
મંત્રી પદ છોડવાના સવાલ પર વિજે કહ્યું કે, તેનાથી મને કોઈ ફરક નથી પડતો. આમ પણ મેં મંત્રી બન્યા પછી કોઈ પણ સુવિધાઓ લીધી નથી. મેં કોઈ હવેલી પણ ખરીદી નથી. ચૂંટણી જીત્યા પછી મેં ખુલ્લા મંચ પર કહ્યું હતું કે, અધિકારીઓએ ચૂંટણીમાં મારી વિરુદ્ધ કામ કર્યું હતું, ચૂંટણી મને હરાવવા માટે કાવતરું ઘડવામાં આવ્યા હતા. 100 દિવસ પછી અંબાલાના ડીસીને હટાવવામાં કે ન હટાવવાથી કોઈ ફરક નથી પડતો.'