માલદીવના ટ્રોલ મંત્રીઓને સચિન, સેહવાગ, ઈરફાનનો જવાબ, આ સ્થળોએ જવાની ભારતીયોને સલાહ

બોલિવૂડ બાદ હવે ભારતીય ક્રિકેટરો પણ લક્ષદ્વીપના સમર્થનમાં

Updated: Jan 8th, 2024


Google NewsGoogle News
માલદીવના ટ્રોલ મંત્રીઓને સચિન, સેહવાગ, ઈરફાનનો જવાબ, આ સ્થળોએ જવાની ભારતીયોને સલાહ 1 - image


#BoycottMaldives: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંગે માલદીવના મંત્રીઓ દ્વારા સોશિયલ મીડિયા પર અપમાનજનક પોસ્ટ કરવામાં આવી હતી. આ મુદ્દે અનેક ભારતીયોએ સોશિયલ મીડિયા પર ગુસ્સો ઠાલવ્યો હતો અને #BoycottMaldives અભિયાન શરૂ કર્યું હતું. હવે આ યાદીમાં ભારતીય ક્રિકેટરો પણ જોડાઈ ગયા છે. સચિન તેંડુલકર  અને વીરેન્દ્ર સેહવાગ સુધીના ઘણાં ક્રિકેટરોએ માલદીવના મંત્રીઓની હરતકતોને શરમજનક ગણાવી હતી. આ દરમિયાન તેમણે માલદીવના બદલે ભારતના અનેક સુંદર સ્થળે જવાની અપીલ કરી છે.  તેંડુલકરે  ‘X’ પર પોસ્ટ કરીને ભારતના દરિયાકાંઠાના શહેર સિંધુ દુર્ગની સુંદરતાના વખાણ કર્યા હતા અને ભારતીયોને આ સ્થળની મુલાકાત લેવાની અપીલ કરી હતી. આ ઉપરાંત તેણે ભારતમાં 'અતિથિ દેવો ભવ'ની પરંપરાની વાત કરીને આડકતરી રીતે માલદીવના મંત્રીઓ પર નિશાન સાધ્યું હતું.

વીરેન્દ્ર સહેવાગે 'X' પર લખ્યું,"ભારતમાં અનેક સુંદર બીચ છે અને એવી ઘણી જગ્યાઓ છે જેમાં મૂળભૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે ઘણું બધું થઈ શકે છે. ભારત જાણે છે કે તમામ આફતોને તકોમાં કેવી રીતે રૂપાંતરિત કરવી. માલદીવના મંત્રીઓ દ્વારા આપણા દેશ અને આપણા વડાપ્રધાન પર કરવામાં આવેલી પોસ્ટ ભારત માટે એક અવસર બનાવીએ કે ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે પ્રવાસીઓ માટે આકર્ષક બનાવી, આપણી અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે આ એક મોટી તક છે."

ઈરફાન પઠાણે 'X'પર પોસ્ટ કરીને લખ્યું, "હું 15 વર્ષનો હતો ત્યારથી દુનિયાભરમાં યાત્રા કરૂ છું, હું જે પણ નવા દેશની મુલાકાત લઉં છું તે ભારતીય હોટલ અને પર્યટન દ્વારા આપવામાં આવતી અસાધારણ સેવા મારા વિશ્વાસ વધુ મજબૂત બનાવે છે. પ્રત્યેક દેશની સંસ્કૃતિનો આદર કરતા,મારી માતૃભૂમિના અસાધારણ આતિથ્ય વિશે નકારાત્મક નિવેદનો સાંભળવા નિરાશાજનક છે."

બોલિવૂડ પણ વડાપ્રધાન મોદીના સમર્થનમાં

અભિનેતા અક્ષય કુમાર અને સલમાન સહિત ઘણાં બોલિવૂડ કલાકારો વડાપ્રધાન મોદીના સમર્થનમાં સામે આવ્યા હતા. સલમાન ખાને ‘X’ પર લખ્યું કે, લક્ષદ્વીપની સુંદરતા, સ્વચ્છતા અને આહલાદક દરિયાકિનારે વડાપ્રધાન મોદીને જોઈને ખૂબ જ સારું લાગ્યું અને સૌથી સારી વાત એ છે કે આ આપણા ભારતમાં છે.'

વિવાદ કેવી રીતે શરૂ થયો?

તાજેતરમાં વડાપ્રધાન મોદીએ લક્ષદ્વીપની મુલાકાત લીધી હતી. ત્યારપછી તેમણે આ પ્રવાસની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. આ સાથે તેમણે ભારતીયોને આ ટાપુની મુલાકાત લેવાની પ્લાનિંગ કરવા અપીલ કરી હતી. જે બાદ માલદીવની યુવા સશક્તિકરણની ઉપમંત્રી મરિયમ શિઉનાએ પીએમ મોદીની પોસ્ટ પર વાંધાજનક કરી હતી. જો કે, તેમની ટ્વિટની ટીકા થતાં જ તેમણે પોસ્ટ ડીલિટ કરવાની ફરજ પડી હતી. 


Google NewsGoogle News