Get The App

ચૂંટણી પહેલા શરત લગાવી કે હારી જઇશ તો નામ બદલી નાખીશ, સાચે હારતાં જ દિગ્ગજે બદલ્યું નામ

Updated: Jun 21st, 2024


Google NewsGoogle News
Mudragada Padmanabham And Pawan Kalyan


Mudragada Padmanabham Changed Name : વાય.એસ.જગન મોહન રેડ્ડી (Jagan Mohan Reddy)ની પાર્ટી યુવા શ્રમિકા રાયથુ કોંગ્રેસ પાર્ટી (YSRCP)ના પૂર્વ મંત્રીએ સાઉથના સુપરસ્ટાર પવન કલ્યાણ (Pawan Kalyan)ને ચેલેન્જ કરવી ભારે પડી છે. આંધ્ર પ્રદેશ વિધાનસભા ચૂંટણી (Andhra Pradesh Assembly Election 2024) પહેલા વાયએસઆરસીપીના નેતા મુદ્રગડા પદમનાભમે જન સેના પાર્ટીના નેતા પવન કલ્યાણને હરાવવાનો પડકાર ફેંક્યો હતો. આ સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે, જો તેઓ જીતી જશે તો હું મારું નામ બદલી નાખીશ. હવે પવન કલ્યાણ જીતી ગયા છે અને પદમનાભમે પોતાનું નામ પણ બદલી નાખ્યું છે.

હાર બાદ જગન મોહન રેડ્ડીના નેતાએ બદલ્યું નામ

સાઉથના સુપર સ્ટાર સામે પડકાર હારી ગયા બાદ હવે વાયએસઆરસીપીના વરિષ્ઠ નેતા મુદ્રગદા પદમનાભમ સત્તાવાર પોતાનું નામ બદલી ‘પદમનાભા રેડ્ડી (Padmanabham Reddy)’ કરી નાખ્યું છે. વિધાનસભા ચૂંટણી પહેલા પદમનાભમે પવન કલ્યાણને વચન આપ્યું હતું કે, જો હું પવનને હરાવવામાં નિષ્ફળ જઈશ તો હું મારું નામ બદલી નાખીશ. રાજ્યની પીથાપુરમ બેઠક પર પવન સામે ચૂંટણી મેદાનમાં ઉતરનાર 70 વર્ષિય પદમનાભમની હાર થઈ હતી.

મેં દબાણમાં નહીં, ઈચ્છાથી નામ બદલ્યું : પદમનાભમ

પદમનાભમ રેડ્ડીએ મીડિયાને કહ્યું કે, મને નામ બદલવા માટે કોઈએ મજબૂર કર્યો નથી. મેં મારી ઈચ્છાથી નામ બદલ્યું છે. ઉલ્લેખનીય છે કે, વિધાનસભા ચૂંટણીઓમાં આંધ્રપ્રદેશની પ્રાદેશિક પાર્ટી YSRCPની કારમી હાર થતાં તેણે સત્તા ગુમાવવાનો વારો આવ્યો છે. તો બીજીતરફ ચંદ્રબાબુ નાયડુ (Chandrababu Naidu)ની પાર્ટી તેલુગુ દેશમ પાર્ટી (TDP)ની જીત થયા બાદ નાયડુ રાજ્યના મુખ્યમંત્રી ગયા છે. તેમની સાથે પવન કલ્યાણ પણ રાજ્યના નાયબ મુખ્યમંત્રી ગયા છે.


Google NewsGoogle News