Get The App

તિરૂપતિ પ્રસાદ વિવાદ: પૂર્વ CM જગન રેડ્ડીએ PM મોદીને પત્ર લખી કરી આ માંગ

Updated: Sep 22nd, 2024


Google NewsGoogle News
તિરૂપતિ પ્રસાદ વિવાદ: પૂર્વ CM જગન રેડ્ડીએ PM મોદીને પત્ર લખી કરી આ માંગ 1 - image
Image_ X

Tirupati Prasadam Controversy : તિરુપતિ લાડુ વિવાદ પર દેશભરમાં હોબાળો થઈ રહ્યો છે. આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ દાવો કર્યો છે કે, લાડુ પ્રસાદમમાં પશુ ચરબી મિક્સ કરવામાં આવી છે. આ મામલે મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ અને પૂર્વ મુખ્યમંત્રી જગન રેડ્ડી આમને-સામને આવી ગયાં છે. 

આ દરમિયાન YSRCP ચીફ જગન મોહન રેડ્ડીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. જેમાં આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ પર તિરૂમાલા તિરૂપતિ દેવસ્થાનમ (ટીટીડી) ની પવિત્રતાને કલંકિત કરવાના પ્રયાસનો આરોપ લગાવાયો છે. એટલું જ નહીં પત્રમાં પ્રધાનમંત્રીને નાયડુને ફટકાર લગાવવા અને હકીકતને ઉજાગર કરવાની અપીલ કરવામાં આવી છે. 


આ પણ વાંચોઃ તિરુપતિ પ્રસાદ વિવાદ: ભાજપ પર હિન્દુઓને ઉશ્કેરવાની ગંદી રમતનો આરોપ, 6 સવાલથી શંકા ઘેરાઈ

નાયડુ પર  લગાવ્યો આરોપ

રેડ્ડીએ વડાપ્રધાનને મોકલેલા પત્રમાં લખ્યું, 'હું આ પત્ર આંધ્ર પ્રદેશ રાજ્યમાં થઈ રહેલી અપમાનજનક ઘટનાઓ તરફ તમારૂં ધ્યાન આકર્ષિત કરવા માટે લખી રહ્યો છું. મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ દ્વારા તિરૂમાલા તિરૂપતિ દેવસ્થાનમની પવિત્રતા, અખંડિતા અને પ્રતિષ્ઠાને અપૂર્ણીય ક્ષતિ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ભગવના વેંકટેશ્વરના ન ફક્ત ભારતમાં પરંતુ વિશ્વભરમાં કરોડો હિન્દુ ભક્તો છે અને જો આ નાજુક સ્થિતિને સાવધાનીથી નહીં સંભાળવામાં આવે, તો જૂઠ્ઠાણાથી ઘણું નુકસાન થઈ શકે છે.'

જગન રેડ્ડીએ આ મામલે પત્રમાં લખ્યું છે કે, 'મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ ટીટીડીની કામગીરી સામે બેફામ જૂઠ્ઠાણા ફેલાવ્યા છે. તેઓએ આરોપ લગાવ્યો છે કે, તિરૂમાલા મંદિરમાં પ્રસાદ બનાવવા માટે ઉપયોગમાં લેવાતું ઘી મિલાવટી છે અને આ ઘીમાં જાનવરોની ચરબી છે. લાડુ બનાવવામાં ઘી ના બદલે જાનવરોની ચરબીનો ઉપયોગ કરાયો હતો. આ પ્રસાદની કરોડો હિન્દુ ભક્તોના દિલોમાં ખાસ જગ્યા છે. હકીકતમાં, આ રાજકીય ઉદ્દેશોથી ફેલાવવામાં આવેલું જૂઠ્ઠાણુંં છે, જેના પ્રચારથી વિશ્વભરના હિન્દુ ભક્તોની ભાવનાને ઈજા પહોંચશે.'

આ પણ વાંચોઃ ભાજપ માટે માથાનો દુ:ખાવો બની ચૂંટણી પહેલાની ખેંચતાણ, હવે NDAના આ દિગ્ગજે માંગી 10-12 બેઠકો

શું છે સમગ્ર મામલો? 

આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ આરોપ લગાવ્યો હતો કે, તિરૂપતિના પ્રસાદમાં ઉપયોગમાં લેવાતા ઘીમાં જાનવરોની ચરબી છે. તેને લઈને લેબનો એક રિપોર્ટ પણ રજૂ કરાયો છે, ત્યારથી જ રાજકીય વિવાદ પણ થઈ રહ્યો છે. 


Google NewsGoogle News