પ્રસાદની શુદ્ધતા માટે 'સનાતન ધર્મ સર્ટિફિકેટ' જરૂરી બનાવો, દિગ્ગજ નેતાએ કરી મોટી માગ
Tirupati Prasad Controversy: તિરૂપતિ બાલાજીમાં લાડુ વિવાદની વચ્ચે આંધ્ર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણે કહ્યું કે, દેશભરના મંદિરોમાં પ્રસાદની શુદ્ધતા જાળવી રાખવા માટે 'સનાતન ધર્મ સર્ટિફિકેશન'ની જરૂર છે. તિરૂપતની એક જનસભામાં કલ્યાણે કહ્યું કે, સનાતન ધર્મની સામે નફરત ફેલાવવાનો પ્રયાસ કરે છે, એવા સંગઠન અને લોકોનો વિરોધ કરવો જરૂરી છે.
શુદ્ધતા માટે સનાતન સર્ટિફિકેટ જરૂરીઃ પવન કલ્યાણ
જણાવી દઈએ કે, તિરૂપતિ બાલાજીના લાડુ પ્રસાદમમાં ભેળસેળના દાવા બાદ રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડૂએ રિપોર્ટને ટાંકીને કહ્યું હતું કે, પૂર્વ જગનમોહન રેડ્ડી સરકારમાં તિરૂપતિ મંદિરમાં જે પ્રસાદ બનાવવામાં આવતો તેમાં ગાયની ચરબીવાળા ઘીનો ઉપયોગ થતો હતો. જેને લઈને પવન કલ્યાણે કહ્યું કે, પ્રસાદમાં ઉપયોગમાં લેવાતી સમાગ્રીની શુદ્ધતા માટે સનાતન સર્ટિફિકેટ જરૂરી છે.
આ પણ વાંચોઃ ભાજપ શિંદેને મોટો ઝટકો આપવાની તૈયારીમાં, NDAના સીએમ ઉમેદવાર અંગે નવો પ્લાન
સનાતન માટે મજબૂત બોર્ડની જરૂરઃ કલ્યાણ
પવન કલ્યાણે કહ્યું કે, રાજ્ય અને દેશના સ્તર પર 'સનાતન ધર્મ પ્રોટેક્શન બોર્ડ' બનાવવાની જરૂર છે. આ સિવાય બોર્ડ માટે દર વર્ષે ફંડ રજૂ કરવો જોઈએ. સનાતન ધર્મ માટે એક મજબૂત બોર્ડની જરૂર છે, જે આવી પ્રવૃત્તિઓ પર રોક લગાવી શકે, જે સનાતનની માન્યતાઓને નુકસાન પહોંચાડે છે. 'વારાહી' ડેક્લેરેશનમાં કલ્યાણે કહ્યું કે, કલ્યાણે કહ્યું કે, જે લોકો સનાતન ધર્મને નફરત કરે છે, તેમનો કોઈ સહયોગ ન હોવો જોઈએ.
આ પણ વાંચોઃ અમેરિકાથી પણ મોહભંગ! સ્ટુડન્ટ્સ વિઝામાં 50%થી વધુનો ઘટાડો, જ્યારે વિઝિટર્સ વિઝામાં વધારો
રાહુલ ગાંધી પર કર્યાં પ્રહાર
કલ્યાણે સનાતન ધર્મની રક્ષા વિશે વાત કરતાં કોંગ્રેસ પર પ્રહાર કર્યાં હતાં. તેઓએ કહ્યું કે, પોતાના ધર્મ અને પરંપરાની રક્ષા આપણે જાતે જ કરવી પડશે.કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી પર પ્રહાર કરતાં કહ્યું કે, રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, અયોધ્યા સમારોહ ફક્ત નાચવા-ગાવાની સભા હતી. પહેલાં તે હિન્દુઓ પર પ્રહાર કરે છે અને બાદમાં વોટ માગે છે. તમે મોદીજીને નફરત કરી શકો છો, પરંતુ ભગવાન રામ સામે બોલવાની હિંમત કેવી રીતે કરી શકો?