VIDEO : આંધ્રપ્રદેશના નાયબ CM પવન કલ્યાણે મહાકુંભમાં કર્યું પવિત્ર સ્નાન, શ્રદ્ધાળુઓની સંખ્યા 55 કરોડને પાર
Mahakumbh 2025 : ઉત્તર પ્રદેશના પ્રયાગરાજનો મહાકુંભ સમાપ્ત થવામાં માત્ર ગણતરીના દિવસો બાકી છે. દેશ-વિદેશના અનેક લોકો સહિત રાજકીય હસ્તીઓ પણ પવિત્ર સ્નાન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. આંધ્રપ્રદેશના નાયબ મુખ્યમંત્રી અને સાઉથના સુપર સ્ટાર પવન કલ્યાણે પણ મહાકુંભમાં આજે પહોંચી પૂજા-અર્ચના સાથે પવિત્ર સ્નાન કર્યું છે. આ સાથે તેમણે મહાકુંભમાં આયોજન તેમજ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના પણ વખાણ કર્યા છે.
મને મહાકુંભમાં આવવાનું સૌભાગ્ય મળ્યું : પવન કલ્યાણ
પવન કલ્યાએ મીડિયાને કહ્યું કે, ‘તમામ લોકો માટે મહાકુંભનો લહાવો લેવો, એ એક મોટું સૌભાગ્ય છે. આપણી ભાષા અલગ હોઈ શકે છે, આપણું કલ્ચર અલગ હોઈ શકે છે, આપણા રીત-રિવાજો જુદા જુદા હોઈ શકે છે, પરંતુ આપણા બધાનો ધર્મ એક છે. હું મહાકુંભ મેળાનું આયોજન કરવા બદલ યોગી સરકારનો આભાર વ્યક્ત કર્યું છું. હું ઘણા વર્ષોથી પ્રયાગરાજ આવવાનો પ્રયાસ કરી રહ્યો હતો, જોકે મને આજે મહાકુંભમાં આવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે.’
આ પણ વાંચો : બાળકોને ઉર્દૂ ભણાવીને શું મૌલવી બનાવવા છે? યોગી આદિત્યનાથ યુપી વિધાનસભામાં ભડક્યા
મહાકુંભની સમાપ્તીને માત્ર થોડા દિવસો જ બાકી
સંગમનગરી પ્રયાગરાજમાં 13 જાન્યુઆરીથી પવિત્ર મહાકુંભનું આયોજન છે અને વિશ્વમાં પ્રખ્યાત બનેલા મહાકુંભની 26 ફેબ્રુઆરીએ સમાપ્તી થવાની છે, ત્યારે રિપોર્ટ મુજબ મહાકુંભના 37 દિવસમાં 55 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ સંગમમાં સ્નાન કરી ચૂક્યા છે.
ઉલ્લેખનીય છે કે, આંધ્રપ્રદેશના નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણએ વર્ષ 2014માં જન સેના નામની પાર્ટી બનાવી હતી. 2024માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં પવન કલ્યાણની પાર્ટી, એન. ચંદ્રબાબુ નાયડુની પાર્ટી TDP અને BJPએ સાથે મળીને રાજ્યની 21 વિધાનસભા બેઠકો પર ચૂંટણી લડી હતી, જેમાં તેઓ 100 ટકા સફળ થયા છે.
આ પણ વાંચો : અડધી રાતે ઉતાવળમાં CECની નિયુક્તિ, SCના આદેશની અવગણના: રાહુલ ગાંધીએ સોંપ્યો અસહમતી પત્ર