આંધ્ર પ્રદેશ વિધાનસભા ચૂંટણીઃ સત્તાધારી પાર્ટી YSRCPનો સફાયો, TDP સરકાર બનાવવા તરફ

Updated: Jun 4th, 2024


Google NewsGoogle News
આંધ્ર પ્રદેશ વિધાનસભા ચૂંટણીઃ સત્તાધારી પાર્ટી YSRCPનો સફાયો, TDP સરકાર બનાવવા તરફ 1 - image


Andhra Pradesh Assembly Election Results 2024  : દેશભરમાં લોકસભાની બેઠકના પરિણામોની સાથે આંધ્રપ્રદેશ વિધાનસભાની 175 બેઠકોના પરિણામો પર મતગણતરી ચાલી રહી છે, ત્યારે હાલ મળતા અહેવાલો મુજબ એન.ચંદ્રબાબુ નાયડુ (Chandrababu Naidu)ની પાર્ટી તેલુગુ દેશમ પાર્ટી (TDP) 131 બેઠક પર આગળ ચાલી રહી છે. આ સાથે રાજ્યમાં ચંદ્રબાબુની પાર્ટી સત્તા પર આવવાની પુરેપુરી સંભાવના જોવા મળી રહી છે.

NDAએ 135 બેઠકો પર આગળ

ચંદ્રબાબુ નાયડુની આગેવાની હેઠળની NDA ગઠબંધન આંધ્ર પ્રદેશમાં કુલ 175 વિધાનસભા બેઠકોમાંથી 158 બેઠક પર આગળ વધીને પ્રારંભિક વલણોમાં બહુમતીનો આંકડો પાર કરી ગયો છે. ટીડીપી 131 બેઠકો પર આગળ છે, જ્યારે ભાજપ સાત બેઠકો પર અને પવન કલ્યાણની જનસેના 20 બેઠકો પર આગળ છે. જ્યારે રાજ્યની સત્તાધારી પાર્ટી YSRCP માત્ર 17 બેઠકો પર આગળ ચાલી રહી છે.

આંધ્ર પ્રદેશમાં વિધાનસભા બેઠકો માટે બહુમતીનો આંકડો 88

આંધ્ર પ્રદેશમાં વિધાનસભાની 175 બેઠકો છે. સરકાર બનાવવા માટે 88 ધારાસભ્યોની જરૂર છે. રાજ્યમાં જગન મોહન રેડ્ડી (CM Jagan Mohan Reddy)ની આગેવાની હેઠળની યુવા શ્રમિક રાયથુ કોંગ્રેસ પાર્ટી (YSRCP)નું શાસન છે. ટીડીપી, જનસેના પાર્ટી (જેએસપી) અને ભાજપ મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડી વિરુદ્ધ ગઠબંધનમાં છે, જ્યારે બીજી બાજુ કોંગ્રેસ છે.


Google NewsGoogle News