Get The App

અનંત અંબાણીની રિટર્ન ગિફ્ટઃ શાહરૂખ, સલમાન સહિતના 25 મિત્રને બે કરોડની 18 કેરેટ સોનાની રિસ્ટ વૉચ

Updated: Jul 14th, 2024

GS TEAM


Google News
Google News
Anant Ambani Expensive return gifts to expensive guests


Anant Ambani Expensive return gifts to VIP guests: બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી 12 જુલાઈના રોજ લાંબા સમયથી ગર્લફ્રેન્ડ રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન ગ્રંથિમાં જોડાઈ ગયા છે. જો કે ભારતના આ મોંઘેરા લગ્ન સોશિયલ મીડિયા તેમજ લોકોમાં ચર્ચાનો વિષય બન્યા છે. તેવામાં હવે અનંત અંબાણીએ તેમના મિત્રોને આપેલી રિટર્ન ગિફ્ટને લઈને એક લેટેસ્ટ અપડેટ સામે આવ્યું છે, જેના વિશે જાણીને તમે ચોંકી જશો. અનંતે પોતાના નજીકના મિત્રોને એક ખાસ ભેટ આપી છે, જેની કિંમત કરોડોમાં છે.

અનંત અંબાણીએ VIP મહેમાનોને આપી મોંઘેરી ગિફ્ટ

અંબાણી પરિવારના આ ભવ્ય લગ્ન સમારોહમાં દેશ અને દુનિયાની મોટી હસ્તીઓ હાજર રહી હતી. અનંત અંબાણીના લગ્રમાં બોલિવૂડ સ્ટાર્સથી લઈને ક્રિકેટર તેમજ અનેક જાણીતી હસ્તીઓએ ખૂબ મસ્તી કરી હતી. તો અનંત અંબાણીએ પણ તેમના 25 VIP મહેમાનોને રિટર્ન ગિફ્ટમાં રૂ. દોઢથી બે કરોડની 18 કેરેટ સોનાની રિસ્ટ વૉચ આપી છે, જે અંબાણી પરિવારે Audemars Piguet કંપની પાસે આ ઘડિયાળો ડિઝાઈન કરાવી હતી. આ દરેક ઘડિયાળની કિંમત રૂ. દોઢથી બે કરોડની વચ્ચે છે, જે 18 કેરેટ સોનાથી ડિઝાઈન કરાઈ છે.

અનંત અંબાણીની રિટર્ન ગિફ્ટની ઝલક

અનંત અંબાણીના લગ્નનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં VIP મહેમાનો મોંઘી Audemars Piguet રિસ્ટ વૉચ બતાવતા જોઈ શકાય છે. ઉલ્લેખનીય છે કે અનંત અંબાણી એટલે કે વરરાજા તરફથી શાહરૂખ ખાન, સલમાન ખાન, રણવીર સિંહ, વીર પહાડિયા, મીઝાન જાફરી, શિખર પહાડિયા સહિત 25 નજીકના મિત્રોનો સામેલ થયા હતા, જેમને અનંત અંબાણીએ આ લક્ઝરી રિસ્ટ વૉચ ભેટમાં આપી છે. 

ઓડેમર્સ પિગ્યુટ વૉચની વિશેષતા શું છે? 

અંબાણીના આ લગ્ન સમારોહમાં મહેમાનોને રિટર્ન ગિફ્ટ તરીકે ઓડેમર્સ પિજોટ (Audemars Piguet) બ્રાન્ડની રોયલ ઓક પ્રીપેચ્યુલ કેલેન્ડર પ્રીમિયર વૉચ આપવામાં આવી હતી. આ એક લિમિટેડ એડિશન ઘડિયાળ છે. તેમાં 18 કેરેટ સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ઘડિયાળની કિંમત આશરે 2 લાખ ડૉલર છે તેવો દાવો કરવામાં આવ્યો છે. જેની ભારતીય રૂપિયામાં કિંમત દોઢથી બે કરોડની વચ્ચે થાય છે. અનંતના મિત્રોની યાદીમાં સ્થાન ધરાવતાં ખાસ ખાસ 25 મહેમાનોને જ આ ગિફ્ટ આપવામાં આવી હતી. તેનો એક વીડિયો પણ સામે આવ્યો હતો. 

2 કરોડની ઘડિયાળમાં એવું તો શું છે ખાસ? 

દોઢથી બે કરોડ રૂપિયાની વચ્ચે આવતી ઓડેમર્સ પિગ્યુટ ઘડિયાળની વાત કરીએ તેનું ડાયલ રોઝ ગોલ્ડ ટોન ધરાવે છે. તેમાં કેલિબર 5134 સેલ્ફ વાઈન્ડિંગ મૂવમેન્ટ છે. આ સાથે તેમાં અઠવાડિયાના સંકેત, દિવસ, તારીખ, ખગોળશાસ્ત્રીય ચંદ્ર, મહિના, લીપ યર અને કલાકો તથા મિનિટ દર્શાવતું કેલેન્ડર પણ જોવા મળે છે. 41 એમએમ અને 18 કેરેટ ગોલ્ડનો પિંક કેસ ધરાવતી આ ઘડિયાળમાં 9.5 એમએમનું નીલમ ક્રિસ્ટલ બેક અને સ્ક્રૂ લૉક ક્રાઉન પણ છે. આ ઘડિયાળની વધુ એક વિશેષતા એ પણ છે કે તે વૉટરપ્રૂફ છે. 

અનંત અંબાણીની રિટર્ન ગિફ્ટઃ શાહરૂખ, સલમાન સહિતના 25 મિત્રને બે કરોડની 18 કેરેટ સોનાની રિસ્ટ વૉચ 2 - image

Tags :