એક્ઝીટ પોલ શું છે? ભારતમાં તેની શરૂઆત ક્યાંથી થઇ,વાંચો વિગતે તમામ મુંઝવતા સવાલોના જવાબ
એક્ઝીટ પોલએ ચૂંટણી સર્વેક્ષણનો પ્રકાર
Exit Poll : તેલંગાણામાં મતદાન સમાપ્ત થવાની સાથે જ દેશના પાંચ રાજ્યોની વિધાનસભા ચુંટણી ગુરુવારે એટલે કે 30મી નવેમ્બરે પૂર્ણ થઇ ગયું છે. આ પછી,પાંચ રાજ્યો-મધ્યપ્રદેશ,રાજસ્થાન,છત્તીસગઢ,મિઝોરમ અને તેલંગાણાના એક્ઝીટ પોલ જાહેર થઇ રહ્યા છે. જેના દ્વારા અંદાજ લગાવી સકાય છે કે કયા રાજ્યમાં કયો રાજકીય પક્ષ સરકાર બનાવશે. આ દરમિયાન ઘણા લોકોના મનમાં પ્રશ્નો હશે કે એક્ઝીટ પોલ શું છે? મતગણતરી પહેલા જ કોની સરકાર બનશે તેવો દાવો કેવી રીતે કરે છે? એક્ઝીટ પોલ અને ઓપિનીયન પોલ વચ્ચે શું તફાવત છે? પ્રથમ વખત એક્ઝીટ પોલ ક્યાં હાથ ધરવામાં આવ્યો હતો અને ભારતમાં તે ક્યારે પ્રસારિત કરવામાં આવ્યો હતો? અહી વાંચો, આ તમામ પ્રશ્નો ના જવાબ.
એક્ઝીટ પોલ શું છે?
એક્ઝીટ પોલએ ચૂંટણી સર્વેક્ષણનો પ્રકાર છે, જે મતદાનના દિવસે હાથ ધરવામાં આવે છે.મતદાનના દીવસે જ્યારે મતદાર મતદાન કરીને બુથની બહાર આવે છે ત્યારે અલગ-અલગ સર્વે એજન્સીઓ અને ન્યુઝ ચેનલો ત્યાં હાજર હોય છે.તેઓ મતદારોને મતદાન અંગે પ્રશ્નો પૂછે છે. તેમના જવાબ પરથી ખબર પડે છે કે લોકો એ કઈ રાજકીય પાર્ટી ને વોટ આપ્યા છે.
મતદારોના જવાબો પરથી જ અંદાજ આવી શકે છે કે જનતા કોના પર વિશ્વાસ કરી રહી છે. આ સર્વે દરેક વિધાનસભાના અલગ-અલગ મતદાન મથકો પર કરવામાં આવે છે એક્ઝીટ પોલમાં માત્ર મતદારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ક્યાં મતદારને પ્રશ્ન પુછવામાં આવશે તે પણ અગાઉથી નક્કી કરવામાં આવતું નથી.
અભિપ્રાય મતદાન શું છે?
ઓપિનિયન પોલ પણ એક સર્વે છે, જે ચૂંટણી પહેલા કરવામાં આવે છે.બધા લોકો ઓપિનિયન પોલમાં સામેલ છે,પછી ભલે તે મતદાર હોય કે ના હોય. આ મતદાનમાં વિસ્તારના મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરીને જનતાઓ મુડ જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે,જનતા ક્યાં પક્ષથી સંતુષ્ટ છે.
એક્ઝીટ પોલ ક્યારે જાહેર થાય છે?
મતદાન પૂર્ણ થયા બાદ એક્ઝીટ પોલ બહાર પાડવામાં આવે છે. ઉદાહરણ તરીકે,મધ્યપ્રદેશ,રાજસ્થાન, છત્તીસગઢ,મિઝોરમ અને તેલંગાણામાં એક સાથે વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ રહી છે. ચાર રાજ્યોમાં 30 નવેમ્બરે મતદાન થશે.તેલંગાણામાં મતદાન સમાપ્ત થઈ ગયું છે,જ્યારે તેલંગાણામાં તમામ પાંચ રાજ્યોના 30 નવા એક્ઝીટ પોલ બહાર પાડવામાં આવશે.
મતદાન પહેલા એક્ઝીટ પોલનું પ્રસારણ કેમ ન થઇ શકે?
લોકપ્રતિનિધિત્વ અધિનિયમ -1951ની કલમ 126A હેઠળ, તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાનની શરૂઆતથી મતદાનના છેલ્લા તબક્કાના અંત પછી અડધા કલાક સુધી એક્ઝીટ પોલ જાહેર કરવા પર એક પ્રતિબંધ છે.આ કાયદાનું પાલન કરવામાં નિષ્ફળતા બે વર્ષ સુધીની જેલ અથવા દંડ બંને થઇ શકે છે.
એક્ઝીટ પોલ સંબધિત નિયમો ક્યારે બનાવામાં આવ્યા હતા?
ચૂંટણી પંચે વર્ષ 1998માં પ્રથમ વખત એક્ઝીટ પોલ અંગે માર્ગદર્શિકા જાહેર કરી હતી.આ મુજબ 14ફેબ્રુઆરીએ સાંજે 5 વાગ્યા પહેલા ઓપિનિયન અને એક્ઝીટ પોલના પરિણામો જાહેર કરવા પર પ્રતિબંધ હતો. આ પછી, ઓપિનિયન પોલ અને એક્ઝીટ પોલ જાહેર કરતી વખતે, કઈ એજન્સીએ સર્વે કર્યો,કેટલા મતદારોને પ્રશ્નો પૂછવામાં આવ્યા અને ક્યાં પ્રશ્નો પૂછવામાં આવ્યા તે જણાવવા સુચના આપવામાં આવી હતી. તમને જણાવી દઈકે વર્ષ 1998માં લોકસભા ચૂંટણીના પહેલા તબક્કાનું મતદાન ૧૬ ફેબ્રુઆરીએ અને અંતિમ તબક્કાનું મતદાન 7 માર્ચ થયું હતું.
આના વિરોધમાં મીડિયા સંસ્થાઓએ દિલ્હી અને રાજસ્થાન હાઇકોર્ટ અને સુપ્રીમકોર્ટ માં ચૂંટણી પંચમી માર્ગદર્શિકા પર પ્રતિબંધ મુકવાની માંગણી કરતી અરજીઓ પણ દાખલ કરી હતી. જો કે, અદાલતોએ ચૂંટણી પંચના નિયમો પર સ્ટે આપ્યો ન હતો.આ કારણોસર મતદાનના અંત સુધી ઓપીનીયાન પોલ અને એક્ઝીટ પોલ બહાર પાડી શકાયા નથી.
ચૂંટણી પંચે 1999 થી 2009 સુધી સતત ઓપિનિયન પોલ પર પ્રતિબંધ લગાવવા માટે કાયદો લાવ્યા.જવાનો પ્રયાસ કર્યો છે.ફેબ્રુઆરી 2010માં, છ રાષ્ટીય અને 18 પ્રાદેશિક પક્ષોના સમર્થન સાથે,કલમ ૧૨૬A હેઠળ મતદાન દરમિયાન એક્ઝીટ પોલ જાહેર ન કરવા પર પ્રતિબંધ લાવવામાં આવ્યો હતો. જ્યારે ચૂંટણી પંચ ઓપીનીયન પોલ બંને પર પ્રતિબંધ મુકવા માંગે છે.
ભારતમાં એક્ઝીટ પોલ શરુ થઇ ગયા છે
1960માં, દિલ્હી સ્થિત સેન્ટર ફોર ધ સ્ટડી ઓફ ડેવલપિંગ સોસાયટીઝ (CSDS) ની સ્થાપના કરવામાં આવી હતી. 1980ના દાયકામાં પત્રકાર પ્રણવ રોયે ચૂંટણી નિષ્ણાત ડેવિડ બટલર સાથે મળીને એક સર્વે કર્યો હતો જે ‘ધ કમ્પેન્ડીયમ ઓફ ઇન્ડીયન ઈલેક્શન’ પુસ્તકમાં પ્રકાશિત થયો હતો.1996 માં ખાનગી સમાચાર ચેનલો પર પ્રથમ વખત એક્ઝીટ પોલ નું પ્રસારણ કરવામાં આવ્યું હતું.
વિશ્વમાં એક્ઝીટ પોલ ક્યારે શરુ થયા?
દુનિયાની વાત કરીએ તો આ સર્વેની શરૂઆત સૌથી પહેલા અમેરિકામાં થઇ હતી.જ્યોર્જ ગેલપ અને કલાઉડ રોબિન્સને અમેરિકન સરકારની કામગીરી અંગે લોકોના અભિપ્રાય જાણવા માટે સર્વેક્ષણો (ઓપિયન પોલ અને એક્ઝીટ પોલ) કર્યા હતા. આ પછી 1937માં અને ફ્રાન્સે 1938 માં પોલ સર્વે કરાવ્યો.જ્યારે જર્મની ,ડેનમાર્ક,બેલ્જિયમ અને આયલેંડ માં ચૂંટણી પહેલા માત્ર ઓપિનિયન પોલ કરવામાં આવ્યા હતા.