Get The App

એન્ટાર્કટિકામાં વિશ્વની સૌથી મોટી ન્યૂયોર્ક શહેર જેટલી હિમશીલા છૂટી પડી

Updated: Nov 28th, 2023


Google News
Google News
એન્ટાર્કટિકામાં વિશ્વની સૌથી મોટી ન્યૂયોર્ક શહેર જેટલી હિમશીલા છૂટી પડી 1 - image


- સાઉથ જ્યોર્જિયા રાજ્યને અસર થાય તેવી શક્યતા

- હિમખંડમાંથી અલગ પડેલી હિમશીલા અમેરિકાના સાઉથ જ્યોર્જિયા તરફ આગળ વધતા જોખમ સર્જાયું

નવી દિલ્હી : અત્યંત નાટકીય ઘટનાક્રમમાં વિશ્વની સૌથી મોટાી હિમશીલાં સાડા ત્રણ દાયકા બાદ વેડેલ સીમાંથી તેના ભૂમિગત જોડાણથી અળગી થઈ છે, એમ બ્રિટિશ એન્ટાર્કટિક સરવેએઅહેવાલમાં જણાવાયું છે. આ હિમશિર્લા ન્યૂયોર્ક શહેર જેટલી છે. આ હિમશિલા ફિલ્ચનેર આઇસ શેલ્ફથી ૧૯૮૬માં  છૂટી પડી હતી. આ હિમશિલા એન્ટાર્કટિકામાંથી ઉતર તરફ આગળ વધી રહી છે. 

એન્ટાર્કટિકામાંથી અલગ થયેલી હિમશીલા ચાર હજાર કિ.મી. (૧,૫૦૦ માઇલ)નો વ્યાપ ધરાવે છે. આમ તેનું કદ ન્યૂયોર્ક શહેરના કદ જેટલું છે. 

એન્ટાર્કટિક રિજયનમાં પણ તે અલગ થયા પછી લાંબા સમય સુધી ત્યાં સ્થાયી રહી હતી. તાજેતરની સેટેલાઇટ ઇમેજિસ દર્શાવે છે કે હિમશીલા ગતિ પકડી રહી છે અને તે એન્ટાર્કટિક સર્કમવેન્ટ પોલર કરંટમાં પ્રવેશે તેમ માનવામાં આવે છે.

આના પગલે તે સધર્ન ઓસન તરફ જાય તેમ મનાય છે, જે આમ પણ તરતી હિમશીલાઓ માટે જાણીતો છે. બ્રિટિશ એન્ટાર્કટિક સરવે ગ્લેસિયોલોજિસ્ટ ઓલિવર માર્શ સહિતના વૈજ્ઞાાનિકો આટલી મહાકાય હિમશિલાને આગળ વધતી જોઈને આશ્ચર્ય પામ્યા છે અને તેનો સતત ટ્રેક રાખી રહ્યા છે.

 માર્શનું માનવું છે કે હિમશીલા છૂટી પડવાના પગલે ઉત્તરોતર પાતળી થતી જશે, તેના પગલે તે દરિયાઈ સપાટી પર આગળ વધવા માટે જરુરી ઝડપ મેળવી લેશે અને પ્રવાહની સાથે વહેશે.

એ-૨૩ હિમશીલાનો પ્રવાસે સબ એન્ટાર્કટિક વિસ્તાર સાઉથ જ્યોર્જિયા સામે જોખમ સર્જયું છે. જો હિમશીલા ફરીથી ત્યાં આવે તો લાખો સીલ, પેંગ્વિન અને સીબર્ડની જીવનપ્રણાલિને ધ્વસ્ત કરી દેશે. આ સ્થિતિની તુલના ૨૦૨૦ની સ્થિતિ સાથે કરવામાં આવે છે, જ્યારે હિમશીલા એ-૬૮એ પણ આ જ રીતે છૂટી પડી હતી અને સાઉથ જ્યોર્જિયાને ટકરાય તેમ લાગતું હતું. પણ તે ટાપુ સુધી પહોંચે તે નાના કટકામાં પહેલા વિખેરાઈ ગઈ હતી, તેના લીધે મોટી કુદરતી હાનિ ટાળી શકાઈ હતી. 

એ-૨૩એ મુસાફરી જારી રાખી છે તેથી નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે તે ઉત્તરે સાઉથ આફ્રિકાની નજીક પહોંચી શકે છે અને આ દરમિયાન તે શિપિંગ રુટને પણ અસર કરી શકે છે.

Tags :